For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીએ રાજીનામું આપી દીધું, કોંગ્રેસે વાતનું ખંડન કર્યું

રાહુલ ગાંધીએ રાજીનામું આપી દીધું, કોંગ્રેસે વાતનું ખંડન કર્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં મળેલ હાર બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ યૂપીએના ચેરપર્સન સોનિયા ગાંદી સમક્ષ અધ્યક્ષ પદેથી રાજીનામું રજૂ કર્યું છે, સૂત્રો મુજબ રાહુલ ગાંધીના રાજીનામાની વાત પર સોનિયા ગાંધી અને વરિષ્ઠ નેતાઓએ તેમને સમજાવ્યા કે આવી વાત પાર્ટી ફોરમમાં રાખવી જોઈએ, જો કે કોંગ્રેસે આ બધી જ વાતોનું ખંડન કર્યું છે.

rahul gandhi

જો કે રાહુલ ગાંધીના રાજીનામાના અહેવાલો વાળી વાતને પાર્ટીના નેતા રણદીપ સુરજેવાલાએ નકારી કાઢી છે, તેમણે ટ્વીટ કરીને કહ્યું કે આ અહેવાલ પાયાવિહોણા છે અને રાહુલ ગાંધીએ આવી કોઈ રજૂઆત નથી કરી. સુરજેવાલાએ કહ્યું કે આ સંબંધમાં પ્રેસ કોન્ફ્રેસમાં એક સવાલ પૂછવામાં આવ્યો હતો જેનો જવાબ રાહુલ ગાંધીએ આપ્યો.

જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના પરિણાના ટ્રેન્ડ્સમાં ભાજપને ભારે જીત નસીબ થઈ છે, ભાજપ આ વખતે ફરીથી પ્રચંડ બહુમતની સરકાર બનાવવા જઈ રહ્યું છે, જીત બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે થેન્ક યૂ ઈન્ડિયા, અમારા ગઠબંધનમાં વિશ્વાસ યથાવત છે અને તે લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા માટે અમને વધુ મહેનત કરવાની શક્તિ આપે છે. દ્રઢ નિશ્ચય, દ્રઢતા અને આકરી મહેનત માટે વધુ મહેનત માટે હું ભાજપના દરેક કાર્યકર્તાને સલામ કરું છું. તેઓ અમારા વિકાસના એજન્ડા પર વિસ્તૃત રૂપે ઘરે-ઘરે ગયા.

આ પણ વાંચો- મોદીની જીત બાદ આતંકી ઝાકિર મૂસા ઠાર મારાયો, કાશ્મીરમાં કર્ફ્યૂ

English summary
Rahul Gandhi offering resignation are incorrect, says Randeep Singh Surjewala.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X