રાફેલ પર રાહુલનો મોટો હુમલોઃ ‘દેશના પ્રધાનમંત્રી ભ્રષ્ટ છે'
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી અને પીએમ મોદી પર હુમલો કર્યો.
રાફેલ અંગેનો વિવાદ શમવાનું નામ નથી લેતો. કોંગ્રેસ સતત મોદી સરકાર પર રાફેલ ડીલમાં ગરબડનો આરોપ લગાવીને હુમલો કરી રહી છે. ગુરુવારે પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી અને પીએમ મોદી પર હુમલો કર્યો. તેમણે રાફેલ પર ફ્રાંસના મીડિયામાં ચાલી રહેલ સમાચારો અંગે પીએમ મોદી અને અનિલ અંબાણીને ઘેર્યા.

રાહુલ ગાંધીએ કહ્યુ કે પીએમ મોદીએ અનિલ અંબાણમીને 30 હજાર કરોડ રૂપિયાનો લાભ કરાવ્યો. રાહુલે કહ્યુ કે નરેન્દ્ર મોદીએ સીધા અનિલ અંબાણીના ખીસ્સામાં 30 હજાર કરોડ રૂપિયા આપી દીધી. તેમણે સંરક્ષણ મંત્રીના ફ્રાંસના પ્રવાસ અંગે પણ સવાલ ઉઠાવ્યા. રાહુલે કહ્યુ કે પીએમ મોદી અનિલ અંબાણીની ચોકીદારી કરી રહ્યા છે.
રાહુલે કહ્યુ કે અનિલ અંબાણી 45 હજાર કરોડના દેવામાં છે. એટલા માટે તેમને પીએમ મોદીએ લાભ કરાવ્યો છે. તેમણે કહ્યુ કે ફ્રાંસના રાષ્ટ્રપતિએ કહ્યુ હતુ કે ભાવો અંગે કોઈ ગોપનીયતા નથી. પીએમ મોદી પર મોટો હુમલો કરતા રાહુલે કહ્યુ કે દેશના પ્રધાનમંત્રી ભ્રષ્ટ છે. રાહુલે કહ્યુ, 'પહેલા ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યુ હતુ કે ભારતના પ્રધાનમંત્રીએ કહ્યુ હતુ કે અનિલ અંબાણીજી કો રાફેલનો કોન્ટ્રાક્ટ મળવો જોઈએ.'












Click it and Unblock the Notifications
