રાહુલને વડાપ્રધાન બનાવવાનો મંત્ર ફૂંકશે પ્રિયંકા!
અમેઠી, 20 જુલાઇ: મિશન 2014ને ધ્યાનમાં રાખતાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ચૂંટણી મેદાનને મજબૂત કરવા માટે ફરી એકવાર તેમની બહેન પ્રિયંકા ગાંધી અમેઠી આવી રહી છે.
પોતાના ત્રણ દિવસ પ્રવાસ દરમિયાન તે અમેઠીના બ્લોક સ્તરીય લગભગ 100 કાર્યકર્તાઓ સાથી વાતચીત કરી પાંચ વર્ષના મનદુખ દૂર કરવાની સાથે ચૂંટણી મંત્ર ફૂંકશે તથા બ્લોક અધ્યક્ષોની પસંદગીને અંતિમ રૂપ આપશે. વિધાનસભા ચૂંટણી બાદ તે પહેલી વાર અમેઠી આવી રહી છે.

પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના ઉપાધ્યક્ષ તથા અમેઠી સાંસદ રાહુલ ગાંધી પોતાની બહેન પ્રિયંકા ગાંધી સાથે સવારે નવ વાગે લખનઉના અમૌસી એરપોર્ટથી રોડ માર્ગે સીધા અમેઠીના મુંશીગંજ અતિથિ ગૃહ લગભગ 11 વાગે પહોંચી જશે. અહીં તે બ્લોકવોર કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે. કહેવામાં આવી રહ્યું છે કે પહેલાંની જેમ કાર્યકર્તા પ્રિયંકા ગાંધી પાસે ફક્ત ચૂંટણી ટાણે જ આવવા અંગે ફરિયાદ કરશે.












Click it and Unblock the Notifications
