રાહુલ ગાંધી પર રેપ કેસ ગંદી રાજનીતિનો એક ભાગ: સુપ્રિમ કોર્ટ

ન્યાયમૂર્તિ બી.એસ ચૌહાણ અને ન્યાયમૂર્તિ સ્વતંત્ર કુમારની ખંડપીઠે જણાવ્યું હતું કે આ પ્રાથમિક રૂપે આ એક ગંદી રાજનીતિનો એક ભાગ લાગે છે.
બીજી બાજુ સીબીઆઇએ પણ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી પર યુવતીનું અપહરણ કરવાનો આરોપ તદ્દન ખોટો છે. અરજીમાં આપવામાં આવેલ નામ અને સરનામા ખોટા છે. રાહુલ ગાંધીએ પણ આરોપોને ફગાવી દીધા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી પર એવા આરોપ હતા કે 2006માં અમેઠીમાં એક યુવતીનું અપહરણ કરી તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ પહેલા એવા સમાચાર પણ આવ્યા હતા કે આની પાછળ સપાનો હાથ છે પરંતુ બાદમાં તે માત્ર અફવા સાબિત થઇ હતી.












Click it and Unblock the Notifications
