રાહુલ ગાંધીએ વિશેષાધિકાર નોટીસનો જવાબ આપ્યો, જાણો શું કહ્યું કોંગ્રેસે?
રાહુલ ગાંધીને સંસદમાં પીએમ મોદી પર આક્ષેપો કરવા બદલ વિશેષાધિકાર નોટીસ અપાઈ હતી. હવે રાહુલ ગાંધીએ આ મુદ્દે પોતાનો જવાબ આપી દીધો છે.
નવી દિલ્હી : અદાણી મુદ્દે આરોપ-પ્રતિઆરોપો દરમિયાન રાહુલ ગાંધીને સંસદમાં પીએમ મોદી પર આક્ષેપો કરવા બદલ વિશેષાધિકાર નોટીસ અપાઈ હતી. હવે રાહુલ ગાંધીએ આ મુદ્દે પોતાનો જવાબ આપી દીધો છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તેમની ટિપ્પણીને યોગ્ય ઠેરવતા વિવિધ કાયદાઓ અને ઉદાહરણો ટાંકીને વિગતવાર જવાબ રજુ કર્યો છે. આ મુદ્દે કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે પોતાના નિવેદનમાં આ વાતની પુષ્ટિ કરી છે.

કેસી વેણુગોપાલે આ મુદ્દે જણાવ્યુ કે,કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સ્પીકરને લેખિત જવાબ આપ્યો છે. તેમણે સંસદમાં સાચું કહ્યું અને તેના પર કાયમ રહ્યા. આ અસંસદીય કેવી રીતે હોઈ શકે? ઘણી વિશેષાધિકાર નોટિસો પેન્ડિંગ છે પરંતુ તેમને એક પત્ર ઝડપથી આપવામાં આવ્યો.
અહીં તમને જણાવી દઈએ કે, લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીને નીચલા ગૃહમાં પીએમ મોદી વિરુદ્ધ તેમના ભ્રામક, બદનક્ષીપૂર્ણ, અસંસદીય અને ભડકાઉ નિવેદનો માટે કેન્દ્રીય મંત્રી જોશી અને બીજેપી સાંસદ દુબે દ્વારા મોકલવામાં આવેલી વિશેષાધિકાર નોટિસના ભંગનો જવાબ આપવાનો નિર્દેશ આપ્યો હતો. રાહુલને લોકસભા સ્પીકર દ્વારા 15 ફેબ્રુઆરી સુધીમાં જવાબ રજૂ કરવા કહેવામાં આવ્યું હતું.
સોમવારે વાયનાડમાં એક સભાને સંબોધતા રાહુલે ગાંધીએ ગૃહમાં ચર્ચા દરમિયાન કરેલા તેમના ભાષણમાંથી ઘણી ટિપ્પણીઓ હટાવવાના નિર્ણયની ટીકા કરી હતી. સંસદના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર લોકસભામાં તેમના સંબોધન દરમિયાન રાહુલે કથિત રીતે પીએમ વિરુદ્ધ અસંસદીય ટિપ્પણી કરી હોવાનો આરોપ છે.












Click it and Unblock the Notifications
