For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીનો ભાજપ પ્રહાર, ભાજપની આવક 50 ટકા વધી અને તમારી?

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. પ્રશ્નાર્થ સાથે રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભાજપની આવકમાં 50 ટકાનો વધારો થયો છે, પરંતુ સામાન્ય લોકોની આવકમાં કોઈ વધારો થયો નથી. વાસ્તવમાં, રાહુલ ગાંધીએ તેમના ટ્વિટમાં ADR રિપોર્ટનો ઉલ્લેખ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 2019 અને 2020 ની વચ્ચે ભારતીય જનતા પાર્ટીની આવકમાં 50 ટકાનો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, ભાજપને ચૂંટણી બોન્ડ દ્વારા મોટુ દાન મળ્યું છે.

Rahul Gandhi

રાહુલ ગાંધીએ શનિવારે ભારતીય જનતા પાર્ટી પર કટાક્ષ કર્યો અને પૂછ્યું, 'ભાજપની આવક 50 ટકા વધી છે અને તમારી?' પોતાના ટ્વિટમાં રાહુલ ગાંધીએ ADR રિપોર્ટનો સ્ક્રીન શોટ પણ મુક્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભાજપની આવકમાં વધારો થયો છે. ADRs ને ટાંકીને રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપે તેની કુલ આવક 3623.28 કરોડ રૂપિયા જાહેર કરી છે અને મહત્તમ દાન ચૂંટણી બોન્ડ દ્વારા આવ્યું છે.

ઉલ્લેખનિય છે કે ચૂંટણી બોન્ડને શરૂઆતથી સતત વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે આ બોન્ડથી ભાજપને મળી રહેલું દાન અધધ રીતે વધી રહ્યું છે ત્યારે હવે ભાજપ વિપક્ષના નિશાના પર છે. રાહુલ ગાંધી સહિતના નેતાઓ ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે.

English summary
Rahul Gandhi's BJP strike, BJP's income increased by 50% and yours?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X