પહેલા Distractraction પછી Disqualification..., પૂરા પ્લાનિંગથી અદાણી મુદ્દે હટાવ્યુ ધ્યાનઃ રાહુલ ગાંધી

નવી દિલ્લીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ગત દિવસે લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. આ દરમિયાન હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે આજે પ્રેસ કૉન્ફરન્સ કરીને મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યુ છે. તેમણે ફરી એકવાર લોકશાહી પરના હુમલાનો ઉલ્લેખ કરીને તેમની પ્રેસ કૉન્ફરન્સ શરૂ કરી અને કહ્યુ છે કે, 'મે ઘણી વખત કહ્યુ છે કે ભારતમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. આપણે રોજેરોજ આના નવા દાખલા મેળવી રહ્યા છીએ.'
તેમણે કહ્યુ, 'મે સંસદમાં ઘણી વખત પુરાવા આપ્યા, અદાણી અને પીએમ મોદીના સંબંધો વિશે વાત કરી. નિયમોમાં ફેરફાર કરીને અદાણીને એરપોર્ટ આપવામાં આવ્યું હતુ, મે સંસદમાં આ અંગે વાત કરી હતી પરંતુ પીએમ મોદી અદાણી પરના મારા આગામી ભાષણથી ડરી ગયા છે અને આ મે તેની આંખોમાં જોયુ છે. તેથી પહેલા ડિસ્ટ્રેક્શન અને પછી ડિસ્ક્વૉલિફિકેશનનુ સંપૂર્ણ આયોજન કરી અદાણીના મુદ્દા પરથી ધ્યાન હટાવ્યુ.












Click it and Unblock the Notifications
