દીકરીઓ સાથે રેપથી દેશ શર્મસાર, પીએમ ચૂપ: રાહુલ ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રેપની ઘટનાઓ પર પીએમ મોદીનું ચૂપ રહેવું અસ્વીકાર્ય ગણાવ્યું છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રેપની ઘટનાઓ પર પીએમ મોદીનું ચૂપ રહેવું અસ્વીકાર્ય ગણાવ્યું છે. તેની સાથે સાથે રાહુલ ગાંધીએ જણાવ્યું કે મહિલાઓને સુરક્ષા નહીં આપવા બદલ સરકારને શરમ આવવી જોઈએ. રાહુલ ગાંધીએ મંગળવારે બપોરે ટવિટ ઘ્વારા જણાવ્યું કે ભારતની વધુ એક દીકરી સાથે સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો છે, જેથી દેશનું માથું શરમથી નીચું થઇ ગયું છે. પ્રધાનમંત્રી જી તમારી ચુપ્પી અસ્વીકાર્ય છે. તેમને આગળ કહ્યું કે આ સરકારને શરમ આવવી જોઈએ જે ભારતની મહિલાઓને સુરક્ષા નથી આપી શકતી અને તેમને ભયભીત રહેવા માટે મજબુર કરે છે, તેની સાથે સાથે બળાત્કારીઓને ખુલ્લા છોડી મૂકે છે.
|
19 વર્ષની વિધાર્થીની સાથે ગેંગરેપ
રાહુલ ગાંધીનું આ ટવિટ હરિયાણામાં રેવાડીમાં 19 વર્ષની વિધાર્થીની સાથે ગેંગરેપ પછી આવ્યું છે. ગયા બુધવારે ગેંગરેપનો આ મામલો સામે આવ્યો હતો. વિધાર્થીની કોચિંગ સેન્ટરથી પાછી આવી રહી હતી તે સમયે બસ અડ્ડાથી પંકજ અને મનીષ નામના બે યુવકોએ યુવતીને લિફ્ટ આપવાને બહાને તેમને અપહરણ કરી લીધું. આરોપીઓ યુવતીને લિફ્ટ આપીને સુમસાન જગ્યા પર લઇ ગયા જ્યાં તેને નશીલો પદાર્થ પીવડાવીને તેનું સાથે દુષ્કર્મ કર્યું.

મોદીએ આંધ્રપ્રદેશને આપેલું વચન તોડ્યું
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આંધ્રપ્રદેશના પ્રવાસે છે. અહીં તેમને કુરનૂરમાં બાળકો સાથે મુલાકાત કરી અને પાર્ટી કાર્યકર્તાઓ સાથે બેઠક પણ કરી. અહીં તેમને જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીનો આંધ્રપ્રદેશ સાથે ખુબ જ જૂનો અને પ્રેમ ભરેલો સંબંધ છે. અહીં રાહુલ ગાંધીએ જણાવ્યું કે પીએમ મોદીએ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનું વચન આપ્યું હતું. તેમને આંધ્રપ્રદેશના લોકોને જેટલા પણ વચન આપ્યા તે બધા જ તોડ્યા છે.

મને મોદીની જેમ ખોટું બોલવાની આદત નથી
રાહુલ ગાંધીએ અહીં કહ્યું કે મને ખોટું બોલવાની આદત નથી. હું પીએમ મોદી જેમ તમારી સામે ખોટું બોલવા નથી આવ્યો. પરંતુ જો વર્ષ 2019 દરમિયાન કોંગ્રેસ પાર્ટીની સરકાર બનશે તો અમે આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવીશુ. અમે તમને આપેલા બધા જ વચનો પુરા કરીશુ.












Click it and Unblock the Notifications
