રાહુલ ગાંધીએ કોરોના રસીકરણનો ગ્રાફ શેર કર્યો, કહ્યું - ઇવેન્ટ ખતમ!
રાહુલ ગાંધીએ ભારતમાં કોરોના રસીકરણનો ગ્રાફ શેર કરીને ભાજપને પર નિશાન સાધ્યું છે. આ આલેખમાં રસીકરણની ઝડપ બે કરોડથી નીચે આવીને એક કરોડ સુધી પહોંચી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, 'ઇવેન્ટ ખતમ!'.
નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતમાં કોરોના રસીકરણનો ગ્રાફ શેર કરીને ભાજપને પર નિશાન સાધ્યું છે. આ આલેખમાં રસીકરણની ઝડપ બે કરોડથી નીચે આવીને એક કરોડ સુધી પહોંચી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, 'ઇવેન્ટ ખતમ!'.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર દેશમાં 2.5 કરોડથી વધુ રસીઓ આપવામાં આવી હતી. આ અંગે શનિવારના રોજ રાહુલે કહ્યું કે, કોરોના રસીકરણ અભિયાન માટે સમાન ગતિની જરૂર છે અને એવી અપેક્ષા છે કે, આગામી દિવસોમાં પણ દરરોજ રસીના બે કરોડથી વધુ ડોઝ આપવામાં આવશે.

ભારતે 2.50 કરોડથી વધુ ડોઝ આપીને રેકોર્ડ બનાવ્યો
રાહુલ ગાંધીએ શનિવારના રોજ એક ટ્વિટમાં લખ્યું, 'આશા છે કે વધુ દિવસોમાં પણ દરરોજ રસીના 2 કરોડ ડોઝ આપવામાં આવશે. આપણા દેશને આ ગતિની જરૂર છે. જો કે, આ રેકોર્ડ બીજા દિવસે જળવાયો ન હતો. 18 સપ્ટેમ્બરના રોજ માત્ર 85 લાખ લોકોને રસી આપવામાં આવી હતી.
11:59 કલાકે કોવિન એપ પર ઉપલબ્ધ ડેટા અનુસાર શનિવારના રોજ માત્ર 85.2 લાખથી વધુ કોરોના રસી ડોઝ આપવામાં આવ્યા હતા. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કોવિન એપ પર ઉપલબ્ધ આ આલેખ દ્વારા કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.
Event ख़त्म! #Vaccination pic.twitter.com/S1SAdjGUA2
— Rahul Gandhi (@RahulGandhi) September 19, 2021
રાહુલ ગાંધીએ કહ્યું કે, હવે 'ઇવેન્ટ ખતમ'
રાહુલે ટ્વિટર પર છેલ્લા 10 દિવસો દરમિયાન 'કોવિન' પર ઉપલબ્ધ રસીકરણની સંખ્યા સંબંધિત ગ્રાફ શેર કર્યો છે. તે દર્શાવે છે કે, 17 સપ્ટેમ્બરના રોજ રેકોર્ડબ્રેક સંખ્યામાં રસી ડોઝ આપવામાં આવી હતી, પરંતુ અન્ય દિવસોમાં આ આંકડો પ્રમાણમાં ઓછો હતો. સરકાર પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, હવે કાર્યક્રમ સમાપ્ત થઈ ગયો છે.












Click it and Unblock the Notifications
