મોદી પર દબાણ બનાવવા ગુજરાત કોંગ્રેસના નેતાઓને રાહુલનું આહ્વાન

નવી દિલ્હી, 30 જુલાઇ : કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતના પાર્ટી નેતાઓને મુદ્દાઓ પર ધ્યાન આપવા જણાવ્યું છે જેથી કરીને નરેન્દ્ર મોદી સરકાર પર દબાણ વધારી શકાય.

રાજ્યના પ્રભારી મહાસચિવ ગુરુદાસ કામત, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અરજુન મોઢવાડિયા અને કોંગ્રેસ વિધાયક દળના નેતા શંકર સિંહ વાઘેલાની સાથે પરિચર્ચા સત્રને સંબોધિત કરતા રાહુલે પાછલા ત્રણ વર્ષમાં પાર્ટીના સંગઠનાત્મક કાર્યોનું નિરીક્ષણ કર્યું.

કહેવાય છે કે રાહુલ ગાંધીએ નેતાઓને જણાવ્યું કે આપ મુદ્દાઓને ઉઠાવો, જેના કારણે અત્રે ભાજપ સરકાર પર દબાણ વધી શકે. આપ એ મુદ્દો ઉઠાવો કે ગુજરાત વિધાનસભાનું સત્ર માત્ર એક જ દિવસ માટે શા માટે બોલાવવામાં આવ્યું? જળ કલ્યાણ સાથે જોડાયેલા મુદ્દાઓને ઉઠાવો. રાહુલે નેતાઓને કેન્દ્રના જન કલ્યાણ કાર્યક્રમોની સફળતા અંગે જણાવવા કહ્યું. તેમણે નેતાઓને જિલ્લા અને બ્લોકસ્તર પર આવનારા ત્રણ મહિનામાં વિરોધ પ્રદર્શન આયોજિત કરવા આહ્વાન કર્યું છે.

rahul gandhi
સૂત્રોએ જણાવ્યું કે રણનીતિ ભાજપા સરકારને ભીંસમાં લેવાની છે. આ અંગે પૂછવામાં આવતા મોડવાડિયાએ જણાવ્યું કે આ બેઠક ત્રણ મહિનામાં મળે છે. વાઘેલાએ જણાવ્યું કે આનો ઉદ્દેશ્ય પાર્ટીને મજબૂત બનાવવાનો છે.

રાહુલ ગાંધીએ આ દરમિયાન તમિલનાડુના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક, રાજ્ય કોંગ્રેસ પ્રમુખ બીએસ જ્ઞાનંદસિકન અને કોંગ્રેસ વિધાયક દળના નેતા ગોપીનાથની પણ મુલાકાત લીધી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X