ગુજરાતના 'સિંહ'નો શિકાર કરવા આવશે 'શહેજાદા' રાહુલ ગાંધી

મુંબઇ, 2 ઓક્ટોબર: ભાજપ કાર્યકર્તાઓએ નરેન્દ્ર મોદીને સિંહની સંજ્ઞા આપવામાં આવી છે, તો નરેન્દ્ર મોદી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને શહેજાદા કહીને બોલાવે છે. હવે આ શહેજાદા ભાજપના સિંહના શિકારની તમન્ના લઇને ગુજરાત આવી રહ્યાં છે. સતત થઇ રહેલી રેલીઓમાં કોંગ્રેસ પાર્ટી પર થઇ રહેલા કટાક્ષોનો આકરો જવાબ આપવા માટે કોંગ્રેસના ઉપાધ્યક્ષ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારનો શિકાર કરવાની તમન્ના લઇને ગુજરાત આવી રહ્યાં છે. રાહુલ ગાંધી ગુરૂવારે બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે, જ્યાં તે કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે ચૂંટણીની રણનિતી નક્કી કરશે.

પાર્ટી દ્વારા મળતી માહિતી મુજબ ગુરૂવારે રાહુલ ગાંધી અમદાવાદ સ્થિત મહાત્મા ગાંધીના ઐતિહાસિક સાબરમતી આશ્રમ જશે અને ત્યારબાદ જેલ તથા પ્રખંડ સ્તરના પાર્ટીના પદાધિકારીઓની બેઠકમાં ભાગ લેશે. બેઠક બાદ ભારતીય રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘ (એનએસયૂઆઇ)ની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં ભાગ લેશે અને સ્થાનિક વિભાગોના નિમેલા સભ્યો સાથે મુલાકાત કરશે.

રાહુલ ગાંધી ત્યારબાદ રાજકોટ જશે. રાજકોટ નરેન્દ્ર મોદીનો જુનો મતવિસ્તાર છે. જ્યાં તે પાર્ટીની સ્થાનિક એકમોના નેતાઓની બેઠકને સંબોધિત કરશે અને સ્થાનિક વિભાગોના નિમેલા પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. ત્યારબાદ તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની બેઠકમાં ભાગ લેશે.

rahul-gandhi-narendra-modi-600

આગામી પડાવ ઉત્તર પ્રદેશ
ગુજરાત બાદ રાહુલ ગાંધીનો આગામી પડાવ ઉત્તર પ્રદેશ હશે, જ્યાં તે તાબડતોડ રેલીઓ કરવાના છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ અલીગઢની રેલી માનવામાં આવી રહી છે
27 સપ્ટેમ્બરના રોજ નવા ભૂમિ અધિગ્રહણ બિલ પર રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પોતાની મોહર લગાવી પાસ કર્યા બાદ રાહુલ ગાંધી હવે અલીગઢ આવીને ખેડૂતોને એ સંદેશો આપવા માંગે છે કે કોંગ્રેસ ખેડૂતોની હિતેચ્છુ છે. કોંગ્રેસના રણનિતીકારોના મત મુજબ પાર્ટી શાસિત રાજ્યો હરિયાણા અને દિલ્હીમાં ભૂમિ અધિગ્રહણ કાયદો લાગૂ કરીને કોંગ્રેસ બીજા રાજકીય દળો કરતાં સારી સ્થિતીમાં છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ સરકારે તેને હજુ સુધી લાગૂ કર્યો નથી, માટે પાર્ટી પોતાના પક્ષમાં માહોલ તૈયાર કરવા માટે મોટા હથિયાર તરીકે ઉપયોગ કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X