Video : જમીન સાથે જોડાયેલા નેતા રાહુલ ગાંધી, ઈન્ટરસિટી ટ્રેનમાં સામાન્ય લોકો સાથે મુસાફરી કરી

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આ દિવસોમાં નવા લોકનેતા તરીકે ઉભરી રહ્યા છે. સંસદમાં નરેન્દ્ર મોદી સરકારની નીતિઓ સામે એકલા લડનારા રાહુલ ગાંધી સામાન્ય લોકો સાથે પણ એટલી સહજતાથી જ મળે છે.

હાલમાં જ કુલીઓ સાથે જોવા મળેલા રાહુલ ગાંધી છત્તીસગઠના બિલાસપુરમાં આયોજિત આવાસ સંમેલન માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને બિલાસપુરથી રાયપુર પાછા ફરતા ઈન્ટરસિટી ટ્રેનમાં સામાન્ય લોકો સાથે મુસાફરી કરી હતી.

Rahul Gandhi

આ દરમિયાન રાહુલ ગાંધીએ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો સાથે વાત કરી અને તેમના અનુભવો જાણ્યા હતા. અહીં લોકો રાહુલ ગાંધી સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા.

અહીં તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ દીપક બૈજ, કોંગ્રેસના છત્તીસગઢ પ્રભારી કુમારી સેલજા, મંત્રી મોહન મરકામ પણ હતા. રાહુલ ગાંધી ટીલ્ડા નેવરા સ્ટેશન પર રોકાયા અને પ્લેટફોર્મ પર લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતુ.

આ પહેલા બિલાસપુરમાં લોકોને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મોદીજી અદાણી-અંબાણીનાં પ્લેનમાં મુસાફરી કરે છે. આખરે આ સંબંધ શું છે? જ્યારે મેં આ સંબંધ વિશે પૂછ્યું તો મને જવાબ મળ્યો. મારું લોકસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું.

રાહુલ ગાંધીએ કહ્યું કે, મેં સંસદમાં પૂછ્યું હતું કે સંરક્ષણમાં, એરપોર્ટમાં, ખેડૂતોના કાળા કાયદામાં અદાણીને લાભ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આવું કેમ થયું? તમને કયા સંબંધમાં ફાયદો થયો?

રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, ભારતની સરકાર ધારાસભ્યો અને સાંસદો દ્વારા નહીં પરંતુ કેબિનેટ સચિવ અને સચિવો દ્વારા ચલાવવામાં આવે છે. 90 સચિવો છે. તેઓ યોજના ડિઝાઇન કરે છે. તેઓ નક્કી કરે છે કે પૈસા ક્યાં જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X