For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને માન્યો વડાપ્રધાન મોદીનો આભાર?

તહેવારોની સિઝન શરૂ થતાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલ અને એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારાને કારણે સામાન્ય માણસને ફરી એક વખત આંચકો લાગ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : તહેવારોની સિઝન શરૂ થતાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલ અને એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારાને કારણે સામાન્ય માણસને ફરી એક વખત આંચકો લાગ્યો છે. આ સાથે તેમના આખા મહિનાનું બજેટ પણ ગડબડ થઈ ગયું છે. તો ત્યાં જ હવે કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને ટોણો મારતા આભાર માન્યો હતો.

રાહુલ ગાંધી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વધતી જતી મોંઘવારી પર ટ્વિટ કર્યું અને લખ્યું કે, 'પેટ્રોલ-ડીઝલ, ખાદ્ય પદાર્થો, એલપીજીના ભાવ વધી રહ્યા છે, તહેવારોની મોસમ ફિક્કી પડી ગઈ છે, મોદીજીનો આભાર! #PriceHik '. ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી કે, રાહુલ ગાંધીએ વધતી મોંઘવારીને લઈને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને ઘેરી છે. આ પહેલા પણ રાહુલ ગાંધી મોંઘવારીના મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા રહ્યા છે.

આ પહેલા 1 ઓક્ટોબરના રોજ રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, 'રેકોર્ડ બ્રેક ફુગાવા માટે પેટ્રોલના ભાવ જવાબદાર છે. રેકોર્ડબ્રેક પેટ્રોલના ભાવ માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે. બધા જ ખોટા રેકોર્ડ તોડવા માટે એક વ્યક્તિ જવાબદાર છે. #PetrolPrice'.

શુક્રવાર 08 ઓક્ટોબરના રોજ ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે પેટ્રોલની કિંમત 34 થી 37 પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 26 થી 30 પૈસા પ્રતિ લીટર વધી છે.

ઉલ્લેખનીય છે કે, તેલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. છેલ્લા 12 દિવસમાં ડીઝલની કિંમત 12 વાર વધી છે, જ્યારે પેટ્રોલની કિંમત 9 વાર વધી છે. હવે દેશના 20 રાજ્યોમાં એક લિટર પેટ્રોલની કિંમત 101 રૂપિયાને પાર કરી ગઈ છે. છેલ્લા 11 દિવસમાં પેટ્રોલની કિંમતમાં 2.35 રૂપિયાનો વધારો થયો છે.

English summary
With the start of the festive season, petrol and diesel prices have gone up once again. The rise in petrol-diesel and LPG cylinder prices has shocked the common man once again.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X