For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધી વડપ્રધાન મોદી પર વરસ્યા, શીખવી દેશભક્તિની પરિભાષા

વાયનાડના સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ અંર્તગત એક જનસભાને સંબોધન કરતા સમયે તેમણે વડાપ્રધાનની નીતિઓની ટીકા કરી હતી.

|
Google Oneindia Gujarati News

વાયનાડના સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ અંર્તગત એક જનસભાને સંબોધન કરતા સમયે તેમણે વડાપ્રધાનની નીતિઓની ટીકા કરી હતી. પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ સશસ્ત્ર દળોના માટે અગ્નિપથ ભર્તી યોજના, નોટબંધી અને જીએસટીને ખોટી રીતે લાગુ કરવાની નીતિ જેવા નિર્ણયોના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

rahul gandhi

શું ચીન પર જૂઠ બોલવું એ દેશભક્તિ છે?

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને મોદી સરકારને સવાલ કર્યો કે, દેશમાં ખેડૂતોની લોન માફ ન કરવી એ દેશભક્તિ છે, ખોટો જીએસટી લાગુ કરવી એ દેશભક્તિ છે, દેશમાં નફરત ફેલાવવી એ દેશભક્તિ છે, કૃષિ કાયદા લાવવો એ દેશભક્તિ છે, બેરોજગારી દેશભક્તિ છે અને મોંઘવારી દેશભક્તિ છે. શું ચીન પર જૂઠ બોલવું એ દેશભક્તિ છે? દેશને તોડવો એ દેશભક્તિ નથી, પણ દેશને જોડવો એ સાચી દેશભક્તિ છે.

જેઓ સમાજને વિભાજન તરફ લઈ જાય છે અને પછી કહે છે કે, તેઓ દેશભક્ત છે

રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, તેઓ મેડ ઈન ચાઈના ઉત્પાદનો ઈચ્છે છે. કારણ કે, તેનાથી દેશના બે-ત્રણ અબજોપતિઓને ફાયદો થશે. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી દેશમાં શું કરી રહ્યા છે. નોટબંધી હોય, અગ્નિવીર હોય, જીએસટી હોય, તેમની તમામ નીતિઓ લોકોમાં ડર પેદા કરી રહી છે. જે કારણે લોકો ભયભીત છે, તેમના હૃદયમાં નફરત છે. જેઓ સમાજને વિભાજન તરફ લઈ જાય છે અને પછી કહે છે કે, તેઓ દેશભક્ત છે.

rahul gandhi

આ ભારતની ભક્તિ નથી પણ આ ભક્તિ આરએસએસની છે

આ પહેલા સોમવારના રોજ એક જાહેર સભામાં રાહુલ ગાંધીએ પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર કટાક્ષ કર્યો હતો. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આરએસએસની દેશભક્તિ શું છે? ખેડૂતોની લોન માફ ન કરવી એ દેશભક્તિ છે, ખોટો જીએસટી લાગુ કરવો એ દેશભક્તિ છે, દેશમાં નફરત ફેલાવવી એ દેશભક્તિ છે, બેરોજગારી એ દેશભક્તિ છે અને મોંઘવારી એ દેશભક્તિ છે. આ ભારતની ભક્તિ નથી પણ આ ભક્તિ આરએસએસની છે.

7 સપ્ટેમ્બર, 2022ના રોજ શરૂ થઈ હતી ભારત જોડો યાત્રા

રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બર, 2022ના રોજ શરૂ થઈ હતી.કર્ણાટક કોંગ્રેસ અનુસાર, રાહુલ ગાંધી પ્રવાસ દરમિયાન 20 મિનિટનું વર્કઆઉટ કરે છે. રાહુલ ગાંધી દરરોજ હળવો નાસ્તો કરીને 25 કિમી ચાલે છે.

ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીનો એક ફોટો ખૂબ વાયરલ થયો હતો. રાહુલ ગાંધી કર્ણાટકના મૈસૂરમાં વરસાદમાં ભીંજાતા ભીંજાતો ભાષણ આપી રહ્યા હતા. ભારે વરસાદમાં લોકો તેમને સાંભળવા ઉભા રહ્યા હતા. તેમની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ હતી.

English summary
Rahul Gandhi verbally lashes out at Prime Minister Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X