For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધી મોગાથી પંજાબ ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આવતા વર્ષે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે મોગાથી પાર્ટીના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. રાહુલ ગાંધી 3 જાન્યુઆરીએ મોગામાં પ્રથમ ચૂંટણી રેલી સાથે પાર્ટીના ચૂંટણી પ્રચારને વેગ આપશે.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આવતા વર્ષે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે મોગાથી પાર્ટીના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. રાહુલ ગાંધી 3 જાન્યુઆરીએ મોગામાં પ્રથમ ચૂંટણી રેલી સાથે પાર્ટીના ચૂંટણી પ્રચારને વેગ આપશે. એવું માનવામાં આવે છે કે, આ રેલી મોગાના કિલ્લી ચહલન ગામમાં યોજાશે, જ્યાં સ્થાનિક કોંગ્રેસ નેતાઓએ રેલીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

rahul gandhi

કેબિનેટ મંત્રી ભારત ભૂષણ આશુએ કહ્યું કે, રેલી 3 જાન્યુઆરીએ પ્રસ્તાવિત છે. મોગા પંજાબનું કેન્દ્ર છે, તેથી રેલી અહીંથી શરૂ થશે. કિલ્લી ચહલનની વિશેષતા એ છે કે, તે માઝા, માલવા, દોઆબાથી સરળતાથી પહોંચી શકાય છે, તેથી અમે અહીંથી પ્રથમ રેલી કરીશું.

ઉલ્લેખનીય છે કે, 2019માં પણ રાહુલ ગાંધીએ પંજાબમાં કોંગ્રેસ પાર્ટીની ચૂંટણી રેલીની શરૂઆત મોગામાં કિલ્લી ચહલનથી કરી હતી. હાલમાં જ શિરોમણી અકાલી દળે પણ પોતાની પાર્ટીના 100 વર્ષ પૂરા થવા પર આ જ જગ્યાએ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

મોગાના ધારાસભ્ય ડો. હરજો કમલે જણાવ્યું હતું કે, કિલ્લી ચહલાનમાં એક વિશાળ જગ્યા સરળતાથી ખાલી છે, જ્યાં રેલી માટે જરૂરી વ્યવસ્થા સરળતાથી કરી શકાય છે. એટલા માટે આ જગ્યાને ફરીથી પસંદ કરવામાં આવી છે. અમને આશા છે કે, લગભગ એક લાખ લોકો રેલીમાં ભાગ લેવા અહીં આવશે.

English summary
Rahul Gandhi will begin Punjab election campaign from Moga.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X