Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્રઃ કોરોના પર કાબુ મેળવવા અમે સરકાર સાથે

દેશમાં વધતા કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.

દેશમાં વધતા કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં રાહુલે પીએમ મોદીને સૂચન આપીને કહ્યુ છે કે આ કોરોના જેવા પડકારો સામે લડવા અને તેના પર કાબુ મેળવવામાં અમે સરકારની સાથે છે. આ પહેલા રાહુલ ગાંધીએ કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે કરેલા લૉકડાઉન દરમિયાન મજૂરો તેમજ ગરીબોને પોતાના ઘરો માટે પગપાળા જવા માટે આરોપ લગાવ્યો હતો કે આ ભયાનક સ્થિતિ માટે સરકાર જવાબદાર છે.

rahul gandhi

તેમણે કહ્યુ કે ભારતની પરિસ્થિતિ અલગ છે. આપણે બીજા દેશોની લૉકડાઉનની રણનીતિથી પણ વધુ પગલાં લેવા પડશે. તેમણે કહ્યુ કે આપણા દેશમાં રોજમદાર મજૂરોની સંખ્યા વધુ છે માટે આપણે આર્થિક ગતિવિધિઓ બંધ ન કરીએ શકીએ. સંપૂર્ણપણે આર્થિક બંદીના કારણે કોવિડ-19 વાયરસથી થતો મૃત્યુદર વધી જશે. વળી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યુ કે આ સ્થિતિ પર આપણને બધાને શરમ આવવી જોઈએ.

તેમણે ગરીબોને પગપાળા પલાયનનો એક વીડિયો શેર કરીને ટ્વિટ કર્યુ. આ મજૂર હિંદુસ્તાનીઓ સાથે આવો વ્યવહાર ન કરો. આપણને શરમ આવવી જોઈએ કે આપણે તેમને આ હાલતમાં છોડી દીધા છે. આ આપણા પોતાના છે. પ્રિયંકાએ કહ્યુ, મજૂર દેશની કરોડરજ્જુ છે. કૃપા કરીને મદદ કરો. કોંગ્રેસના મુખ્ય પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ કહ્યુ હજારો ગરીબ લોકો પોતાના પરિવાર સાથે ઉત્તર પ્રદેશ - બિહાર પગપાળા જવા મજબૂર છે.

ગયા અઠવાડિયો કોંગ્રેસે કહ્યુ કે દેશમાં કોરોના વાયરસના સંકટના કારણે ખેડૂતો, મજૂરો અને ગરીબો સામે પેદા થયેલી મુશ્કેલી દૂર કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાહુલ ગાંધી દ્વારા રજૂ કરવામાં આવેલી લઘુત્તમ આવક યોજના(ન્યાય) લાગુ કરવા લોકોના ખાતાઓમાં તત્કાલ 7,500 રૂપિયાની રકમ મોકલવી જોઈએ. વાસ્તવમાં બરાબર એક વર્ષ પહેલા ગઈ લોકસભા ચૂંટણી સમયે તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 25 માર્ચે ન્યાયનુ વચન આપ્યુ હતુ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X