Bharat Jodo Nyay Yatra: મુંબઇમાં થશે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું સમાપન, આ દિગ્ગજ નેતાઓ થશે સામેલ
Bharat Jodo Nyay Yatra: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં ભારત જોડો ન્યાય યાત્રાના સમાપનના અવસર પર રવિવારના રોજ આયોજિત થવાવાળા રેલીમાં વિપક્ષના ઘણા દિગ્ગજ નેતા શામેલ થશે.
રિપોર્ટ અનુસાર, આ રેલીમાં તામિલનાડુના મુખ્યમંત્રી મુખ્યમંત્રી એમકે સ્ટાલિન અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સહિત INDI ગઠબંધનના ઘણા સાથી દળોના નેતાઓ સામેલ થશે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વડેટ્ટીવારના જણાવ્યા અનુસાર, સ્ટાલિન, અખિલેશ યાદવ અને આરજેડી નેતા તેજસ્વી યાદવે 17 માર્ચે મુંબઈના દાદર વિસ્તારમાં શિવાજી પાર્કમાં યોજાનારી રેલીમાં હાજરી આપવાની પુષ્ટિ કરી છે.

ભારત જોડો ન્યાય યાત્રામાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર પણ ભાગ લેશે - વિજય વડેટ્ટીવારે કહ્યું કે, આમ આદમી પાર્ટી અને વિપક્ષી ગઠબંધનના કેટલાક અન્ય ઘટક પક્ષોના પ્રતિનિધિઓ પણ રેલીમાં ભાગ લેશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, શિવસેના (UBT) સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે અને NCP પ્રમુખ શરદ પવાર પણ આ જાહેર સભામાં હાજરી આપશે. વડેટ્ટીવારે જણાવ્યું હતું કે, શનિવારે લોકસભા ચૂંટણીની જાહેરાત થશે, તેથી ભારત જોડો ન્યાય યાત્રાની સમાપન રેલીનો ખર્ચ અમારા ચૂંટણી ખર્ચમાં દર્શાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીની યાત્રા શનિવારે બપોરે મુંબઈ પહોંચશે. મણિપુરથી શરૂ થયેલી તેમની યાત્રા હાલમાં મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓ થઈને મુંબઈ તરફ આગળ વધી રહી છે.
રાહુલ ગાંધીએ જાતિ ગણતરી પર ભાર મૂક્યો - આ અગાઉ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે દાવો કર્યો હતો કે, ભારતની 88 ટકા વસ્તી અન્ય પછાત વર્ગો (ઓબીસી), દલિત, આદિવાસીઓ અને પછાત સમુદાયોની છે, પરંતુ વહીવટ, ન્યાયતંત્ર અને મીડિયા સહિતના વિવિધ ક્ષેત્રોમાં તેમની ભાગીદારી ઘણી ઓછી છે.
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વાડા તાલુકામાં એક સભાને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, દેશની સત્તા અને સંપત્તિ તે લોકો દ્વારા નિયંત્રિત છે, જેમની કુલ વસ્તી 6 ટકા છે. રાહુલે વહીવટીતંત્ર અને અન્ય ક્ષેત્રોમાં અસંતુલન દૂર કરવા દેશવ્યાપી જાતિ ગણતરી પર ભાર મૂક્યો હતો.












Click it and Unblock the Notifications
