'ચીને જમીન છીનવી લીધી, ચીની સેના અંહિયા સુધી ઘુસી આવી, પરંતુ પીએમ મોદીએ ....', લદ્દાખમાં રાહુલ ગરજ્યા
કોગ્રેસ નેતા રાહુલ ગાધી લદ્દાખના પ્રવાસ પર છે. રવિવારે તેમણે પોતાના પિતા અને પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને તેમની જંયતી પર લદ્દાખના પૈગોગ ત્સોના તટ પરથી શ્રદ્ધાંજલી આપી હતી. ત્યાર બાદ મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, ચીને ભારતની જમીન છીનવી લીધી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે," આ ચિંતાની વાત છે કે ચીને જમીન છીનવી લીધી છે. લોકોનું કહેવુ છે કે, ચીનની સૈના વિસ્તારોમાં ઘુસી આવી છે. અને તેમના ચરાગાહ જમીન છીનવી લેવામાં આવી છે. પરંતુ પીએમ મોદીએ કહ્યુ કે, એક ઇંચ પણ જમીન નથી છીનવાામાં આવી. આ સાચુ નથી તમે અંહિયા કોઇનેપણ પુછી શકો છો.
રાહુલ ગાંધીએ કહ્યું કે, "અંહિયા લોકો જણાવી રહ્યા છે કે, ચીનની સૈના અમારી જમીન પર ઘુસી રહ્યા છે. લોકોએ જણાવ્યુ હતુ કે, જે જમીન ચારાગાહ માટે ઉપયોગી હોય છે. હવે ત્યાં નથી જઇ શકાતુ. લદ્દાખમાં તમે કોઇ પણને પુછી શકો છો"












Click it and Unblock the Notifications
