રાધેમાંએ પહેર્યું મીની સ્કર્ટ, રાહુલ મહાજને ટ્વિટ કરી તસવીરો
આજ કાલ લોકો માટે સમસ્યા બનેલી ગોડમધર રાધે માંની કેટલીક તસવીરો સ્વર્ગીય નેતા પ્રમોદ મહાજનના પુત્ર રાહુલ મહાજને ટ્વિટર પર શેયર કરી. જેમાં રાધે માં લાલ રંગનું મિનીસ્કર્ટ પહેરીને આલિશાન હોટલમાં ફરી રહી છે.

નોંધનીય છે કે રાધેમાં આજકાલ સમાચારોમાં છે. તેમની પર દહેજ ઉત્પીડન અને ભક્તો સાથે અશ્લીલ હરકતો કરવાના આરોપ લાગી ચૂક્યા છે. ત્યારે આ બધી ખબરોની વચ્ચે રાહુલ મહાજનનું આ ટ્વિટ જેમાં તેણે લખ્યું છે કે Guess Who? રાધેમાંની મુશ્કેલીઓ વધારી ના દે તો નવાઇ નહીં. જુઓ આ ટ્વિટ.
Guess who ???? pic.twitter.com/KOg8EFJCGB
— Rahul Mahajan (@TheRahulMahajan) August 5, 2015 લાલ રંગના મીની સ્કર્ટમાં કોઇ આલિશાન હોટલમાં સોફા પર પોઝ આપી રહેલી રાધેમાંના આ રૂપને જોઇને તેમના ભક્તજનોના શું હાલ થશે તે તો ખબર નહીં પણ સાધ્વી તરીકે તેમના આવા સ્વરૂપને જોઇને દેખનાર તમામ અચંભિત જરૂરથી થઇ જશે.












Click it and Unblock the Notifications
