પ્રિયંકા અને રાહુલ મતદારોના આભાર માનવા અમેઠી પહોંચશે
નવી દિલ્હી, 21 મે : લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધીની સૌથી ખરાબ હાર જોનારી કોંગ્રેસમાં પાર્ટીની હારના કારણો જાણવા માટે સતત મંથન ચાલુ છે. બીજી તરફ કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને અમેઠીથી ફરી એકવાર સાંસદ તરીકે ચૂંટાયેલા રાહુલ ગાંધી આજે અમેઠીની મુલાકાત લેવાના છે. રાહુલની સાથે તેમની બહેન પ્રિયંકા પણ ત્યાંના લોકોનો આભાર વ્યક્ત કરશે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાહુલ અને પ્રિયંકાએ ફુરસતગંજ વિમાનમથક પર પહોંચીને ત્યાંથી ગૌરી ગંજમાં આવેલા કોંગ્રેસના કાર્યાલયે જશે. તેઓ અહીથી કેટલાક સ્થળોએ એ જઇને લોકોનો આભાર વ્યક્ત કરશે.

નોંધનીય છે કે રાહુલ ગાંધી અમેઠીમાંથી એક લાખ વોટોથી વધારે મતોથી જીત્યા છે. રાહુલની વિરુદ્ધ ભાજપના સ્મૃતિ ઇરાનીને ટીકિટ આપી હતી.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસને આ લોકસભા ચૂંટણીઓમાં અત્યાર સુધી સૌથી ખરાબ હારનો સામનો કરવો પડ્યો છે. કાંગ્રેસે ઉત્તર પ્રદેશમાં અમેઠી અને રાયબરેલીની માત્ર બે બેઠકો જીતી છે. દેશભરમાંથી માત્ર કોંગ્રેસને માત્ર 44 બેઠકો મળી છે.












Click it and Unblock the Notifications
