જૈન સમાજને લઘુમતી દરજ્જો અપાવવાની તૈયારીમાં રાહુલ ગાંધી
નવી દિલ્હી, 20 જાન્યુઆરીઃ રાહુલ ગાંધીએ રવિવારે વડાપ્રધાન મનમોહન સિંહ સાથે ચર્ચા કરી અને અનુરોધ કર્યો છે કે, જૈન સમુદાયને લઘુમતી દરજ્જો આપવામાં આવે, તેમ કોંગ્રેસના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રિય કક્ષાએ જૈન સમુદાયને લઘુમતી સમાજનો દરજ્જો આપવામાં આવે તે અંગે સમર્થન કરવા માટે કેન્દ્રિય મંત્રી પ્રદીપ જૈનના નેતૃત્વ હેઠળ જૈન નેતાઓનો સમૂહ કોંગ્રેસના ઉપાધ્યક્ષને મળ્યો હતો.

તેમણે સમૂહને નિશ્ચિત કર્યું કે તે જૈન સમુદાય માટે બની શકે તેટલા મદદરૂપ થશે. સમૂહે રાહુલને કહ્યું કે જો જૈન સમાજને રાષ્ટ્રિય લઘુમતીનો દરજ્જો મળી જાય તો સમાજને કેન્દ્ર તરફથી મળતા વિવિધ ફંડ્સનો લાભ થઇ શકે.












Click it and Unblock the Notifications
