For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીએ રેલવે બજેટને વધાવી લીધું, જાણો શું કહ્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તેમની સરકારે પહેલી વાર રેલવે બજેટને આજે સંસદમાં રજૂ કર્યું. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ આજે સંસદ ભવનમાં રેલવે બજેટ 2015ને રજૂ કર્યું. સુરેશ પ્રભુએ પોતાના રેલવે બજેટ ભાષણની શરૂઆત કરતા વડાપ્રધાન મોદીનો એવું કહીને આભાર માન્યો તેમને આ કામગીરી સોંપવામાં આવી. રેલવે બજેટથી કોઇ ખુશ હોય કે ના હોય પરંતુ દેશના યુવાનો સૌથી વધારે ખુશખુશાલ છે, કારણ કે આજના રેલવે બજેટમાં તેમના માટે એવું ઘણું બધું છે જે તેમને કામ આવી શકે છે. આજનો યુવાન પોતાનો મોટાભાગનો સમય મોબાઇલ અને કંમ્પ્યુટર પર વિતાવે છે એવામાં સરકાર તરફથી ઇ-ટિકિટિંગ, ઇ-કેટરિંગ અને એસએમએસ સર્વિસની વ્યવસ્થાનો સૌથી મોટો ફાયદો પણ તે જ ઉઠાવશે. એટલા માટે યુવાનોએ આ બજેટને પાસ કરી દીધું છે.

સુરેશ પ્રભુએ પોતાના ભાષણમાં પોતાની લાગણી પણ વ્યક્ત કરી, જેની પર સંસદમાં હાસ્યના ફુવારા પણ છૂટ્યા. સુરેશ પ્રભુએ જણાવ્યું કે જ્યારે મને આ કામ સોંપાયું તો મે મારી જાતને પુછ્યું કે 'હે પ્રભુ આ કેવી રીતે થશે.' રેલવે મંત્રીના આ વાક્ય સાથે જ સંસદમાં જ હાસ્યના ફુવારા છૂટી ગયા. તેમણે જણાવ્યું કે કંઇ વાંધો નહીં આ પ્રભુ કરીને બતાવશે. જોકે તેમના આ રેલવે બજેટમાં ખુશીની વાત એ છે કે તેમણે રેલવે ભાડામાં વધારો કરાયો નથી.

રેલવે બજેટ પહેલા મીડિયામાં એવી ચર્ચાઓ હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ચૂંટણી પ્રચારમાં એવું કહેતા જોવા મળ્યા હતા કે તેઓ રેલવે સાથેનો તેમનો સંબંધ નાનપણથી છે, રેલવે એ દેશની જીવાદોરી સમાન છે વગેરે વગેરે. એટલા માટે નરેન્દ્ર મોદીની સરકારમાં રેલવેના વિકાસમાં વિશેષ ધ્યાન આપવામાં આવશે એવી અપેક્ષા સાથા આશાઓ સેવવામાં આવી હતી. જોકે મોદી સરકારના રેલવે બજેટના જાહેર થયા બાદ વિશ્લેષકોનું પણ માનવું છે કે મોદી સરકારે રેલવેના સુધારમાં તેની વિકાસ તરફ એક ડગ તો માંડ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટ અંગે ખુદ મોદી પણ વખાણ કરે એ તો સ્વાભાવિક જ છે. મોદીએ રેલવે બજેટને સામાન્ય માણસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું હોય તેવું ગણાવ્યું. આવો જાણીએ કે આ અંગે નરેન્દ્ર મોદીએ શું કહ્યું. નરેન્દ્ર મોદીએ રેલવે બજેટ અંગે ટ્વિટર પર પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે, આવો જાણીએ કે મોદીએ શું કહ્યું....

સામાન્ય લોકોનું બજેટ

રેલ બજેટ 2015માં છેવાડાના માણનો ખ્યાલ રાખવામાં આવ્યો છે, તેના રેલવેને ગતિ મળશે, સર્વિસ અને સુવિધા ટ્રેક પર આવશે.

ભારતના વિકાસ માટે રેલવે

ભારતના વિકાસ માટે રેલવે એક મહત્વનો વિભાગ છે, અને આ રેલવે બજેટ તેમાં વિકાસ કરશે.ય

રેલવેમાં ટેકનોલોજી

પહેલીવાર એવું બન્યું છે કે રેલવે બજેટમાં ટેકનોલોજી અને મોર્ડનાઇજેશનનો ઉપગોય કરવામાં આવ્યો છે.

PM મોદીએ રેલવે બજેટને વધાવી લીધું

Rail Budget 2015 is a watershed moment for Railways,marking a paradigm shift from discussing coaches & trains to comprehensive railway reform

PM મોદીએ રેલવે બજેટને વધાવી લીધું

Rail Budget 2015 is a forward looking, futuristic & passenger centric budget, combining a clear vision & a definite plan to achieve it.

English summary
Rail Budget 2015: PM Narendra Modi's reaction.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X