રેલગેટ: પવન બંસલની આજે પૂછપરછ કરશે સીબીઆઇ

pawan kumar bansal
નવી દિલ્હી, 4 જૂન: રેલવે લાંચ કૌભાંડમાં જુદા જુદા પાસાંઓની તપાસ કરી રહેલી સીબીઆઇ પૂર્વ રેલ મંત્રી પવન કુમાર બંસલની પૂછપરછ કરશે. સીબીઆઇએ પૂછપરછ માટે બંસલને નોટિસ મોકલાવી છે.

સૂત્રોએ જણાવ્યું કે બંસલ સાથે પૂછપરછ રેલવે બોર્ડ સભ્ય મહેશ કુમારની નિમણૂંકમાં તેમની ભૂમિકાને લઇને કરવામાં આવશે. આ મામલામાં તેમનો ભાણીયો વિજય સિંગલા સામેલ હતો, જેને 90 લાખ રૂપિયાની લાંચ લેતા પકડી પાડવામાં આવ્યો હતો.

બંસલ કહેતા રહ્યા છે કે કુમારની નિમણૂંકમાં તેમનો કોઇ હાથ નથી. એ પદ ભારત સરકારના સચિવના પદની સમકક્ષ છે. બંસલને પોતાના ભાણીયા દ્વારા લાંચ લેતા પકડી પાડવામાં આવ્યા બાદ રેલમંત્રીના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

સીબીઆઇ નિમણૂંક સાથે સંબંધિત બધી ફાઇલ તપાસ કરી ચૂકી છે અને કુમાર, બંસના ભાણીયા અને ખાનગી સચિવ રાહુલ ભંડારીનું નિવેદન નોંધી લીધું છે. સીબીઆઇ 16 એપ્રિલ મુંબઇમાં રેલવે બોર્ડ સસ્પેન્ડેડ સભ્યની સાથે બંસલની થયેલી બેઠક અંગે મળેલ પુરાવાઓથી તેમનો સામનો કરાવવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X