• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રેલવે બજેટ 2014: મોદી સરકારના પહેલા રેલવે બજેટ એક નજર

|

નવી દિલ્હી, 8 જુલાઇ: મોદી સરકારનું પહેલું રેલ બજેટ રજૂ કરવા માટે રેલ મંત્રી સદાનંદ ગૌડાએ જણાવ્યું છે કે રેલવેને અત્યાર સુધી રાજનીતિ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. રેલવે છેલ્લા દસ વર્ષમાં મુશ્કેલીમાં મૂકાતું ગયું છે. ગૌડા સંસદ ભવન પહોંચી ગયા છે અને મોદી સરકારનું પહેલું રેલવે બજેટ લોકસભામાં 12 વાગ્યે રજૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

કહેવામાં આવી રહ્યું છે કે રેલવેની સ્થિતિ સુધારવા માટે ધન એકત્રિત કરવાનો વૈકલ્પિક રણનીતિયોની જાહેરાત આ બજેટમાં થઇ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલવેને વર્લ્ડ ક્લાસ બનાવવાની વાત સતત કરતા રહ્યા છે.

રેલવે બજેટ રજૂ કરતા પહેલા ગૌડાએ કહ્યું કે 'રેલવેને રાજનીતિ માટે ઉપયોગ કરવામાં આવ્યો.' ખડગેએ જણાવ્યું કે રેલવે સોશિયલ નેટવર્કિંગની સાથે જોડવું મહત્વનું છે. તેમણે જણાવ્યું 'રેલવની હાલત દસ વર્ષથી કથળી રહી છે, સુરક્ષા અને સુવિધા રેલવે માટે મહત્વના મુદ્દા છે. સાથે જ મહિલાઓની સુરક્ષા પણ રેલવે માટે મહત્વપૂર્ણ છે.'

રેલવે બજેટ 2014ના તમામ અપડેટ પર રાખો નજર...

1.12 pm: સંસદમાં ભારે હોબાળાની વચ્ચે રેલવે બજેટ ભાષણ પૂરું થઇ ગયું.

નવી ટ્રેન ચલાવવામાં આવશે

નવી ટ્રેનોની સૂચિમાં 5 પ્રમીમિયમ ટ્રેનો, 5 નવી જનસાધારણ એક્સપ્રેસ, 6 એસી ટ્રેન. 9 રૂટ પર હાઇસ્પીડ ટ્રેનો ચલાવવામાં આવશે. આ ઉપરાંત 30થી વધારે ટ્રેનોના રૂટનો વિસ્તાર કરવામાં આવશે.

ટ્રેનોની સૂચિ અમે થોડીવારમાં જ આપીશું, રેલમંત્રાલયમાંથી સૂચના પ્રાપ્ત થયા બાદ. સંસદમાં હોબાળાના કારણે આપને સૂચિ ઉપલબ્ધ નથી કરાવી શક્યા. છોડી જ વારમાં આપને સંપૂર્ણ સૂચિ વનઇન્ડિયા પર જોઇ શકશો.

- મુંબઇ- દિલ્હી, શાલીમાચ-ચેન્નઇ, સિંદરાબાદ-ચેન્નઇ, કામાખ્યા બેંગલોર સુધી પ્રમીમિયમ ટ્રેન.

- એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજ ઓછા કરવામાં આવશે. કારણ કે સ્ટોપ હોવાના કારણે ખર્ચમાં વધારો થાય છે. 30 સપ્ટેમ્બર બાદ અમે સમીક્ષા કરીશું, જે ટ્રેનોમાં જરૂરિયાત કરતા વધારે સ્ટોપ હશે, તેને દૂર કરીશું. કેદારનાથ-બદ્રીનાથ સુધી રેલવે લાઇન પાથરવા માટે રેલવે સર્વેક્ષણ કરવામાં આવશે, આવા 10 સર્વેક્ષણ કરાવવામાં આવશે.

- મીઠાને લઇ જવા માટે ખાસ કાટરહિત કોચ બનાવવામાં આવશે.

- વૈગનની ડિમાંડ માટે ઓનલાઇન બુકિંગ કરી શકશો.

- મુંબઇમાં 864 નવી ઇમૂ ટ્રેનો ચલાવવામાં આવશે. બેંગલોરમાં પણ તમામ અરબન વિસ્તારો માટે નવી ટ્રેન ચલાવવામાં આવશે.

- પૂર્વોત્તર રાજ્યો માટે 54 ટકા બજેટ વધારવામાં આવશે. 58 નવી ટ્રેન ચલાવવામાં આવશે.

- 25 લાખથી વધારે ઇ-ખરીધ હવે અનિવાર્ય બનશે, આનાથી ભ્રષ્ટાચાર રોકાશે.

- રેલવે બોર્ડ દ્વારા પરિયોજનાઓને પૂર્ણ કરવા માટે અલગથી બોર્ડ બનાવવામાં આવશે. આ મેનેજમેન્ટ પરિયોજનાઓનું મેનેજમેન્ટ કરશે.

- 10 સ્ટેશનો પર સોલર પાવર પ્લાંટ લગાવવામાં આવશે, જેને 500 મેગાવોટ વીજળીનું ઉત્પાદન વિશેષ રેલવે માટે હશે.

- કૃષિ ઉત્પાદનો, શાકભાજીઓ, ફળો, વગેરે માટે એરકંડિશન ભંડાર ગોડાઉન બનાવવામાં આવશે, અને તાપમાન નિયંત્રિત કોચ બનાવવામાં આવશે. જેથી પહોંચવાના સ્થળ સુધી તે ખરાબ ના થાય.

- પર્સલ ટ્રેનો માટે અલગથી ટર્મિનલ બનાવવામાં આવશે. પાંચ પાર્સલ ટ્રેનોને ચલાવવામાં આવશે. જેથી ખાનગી કંપનીઓ પોતાના પાર્સલને પહોંચાડવા માટે ખર્ચ કરશે અને રેલવેને ફાયદો પહોંચાડશે.

- 10 મોટા સ્ટેશનોને એરપોર્ટની જેમ વિકસિત કરવામાં આવશે.

- હાલમાં જે માર્ગ છે, તેની પર ચાર પર પીપીટી દ્વારા ક્ષમતા વધારવામાં આવશે. વીજળી પરિયોજનાઓ સુધી કોલસો પહોંચાડવા માટે અલગથી નેટવર્ક પાથરવામાં આવસે.

મેનેજમેન્ટ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ કૃપયા ધ્યાન આપો

- દેશના મેનેજમેન્ટ અને એન્જિનિયરિંગ કોલેજો અને સંસ્થાઓના વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશિપની સુવિધા પુરી પાડવામાં આવશે.

- એસી ડબ્બામાં વાઇફાઇની સુવિધા, ઇંટરનેટના માધ્યમથી ટિકિટ બુકિંગ.

12.46 am: નવી હાઇસ્પીડ ટ્રેન

દિલ્હી- કાનપુર

દિલ્હી- આગરા

દિલ્હી- ચંદીગઢ

કુલ 9 ખંડો પર હાઇસ્પીડ ટ્રેનો ચલાવવામાં આવશે.

12.44 am: બૂલેટ ટ્રેન

- મુંબઇ-અમદાવાદની વચ્ચે ભારતની પહેલી બૂલેટ ટ્રેન ચલાવવામાં આવશે. આ બજેટમાં અમે એ પ્રસ્તાવ રાખી રહ્યા છીએ. આની સાથે ભારત એક નવી ઊંચાઇને પાર કરશે. અટલ બિહારી વાજપેઇના કાર્યકાળમાં ગોલ્ડન રોડ નેટવર્ક બન્યો હતો. મોદીના કાર્યકાળમાં હાઇસ્પીડ ટ્રેનોનું નેટવર્ક હશે. પરંતુ તેના માટે 100 કરોડ રૂપિયાની જરૂરિયાત માત્ર ઇંફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના કરવામાં આવશે.

- રેલવે વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવશે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ કોર્સ ચલાવશે. વિશ્વવિદ્યાલયમાં ગ્રાઉંડ લેવલના કર્મચારીઓને શોર્ટ ટર્મ કોર્સ કરાવવામાં આવશે.

- હવે રેલવે ટિકિટ પોસ્ટ ઓફિસમાંથી પણ બુક કરી શકાશે. 7 હજાર 200 ટિકિટ પ્રતિ મિનિટની ક્ષમતા પ્રણાલીને લાવવામાં આવશે. ઇંટરનેટ દ્વારા પ્લેટફોર્મ અને અનારક્ષિત ટિકિટ પણ લઇ શકાશે.

- મહારાષ્ટ્ર અને કર્ણાટકની સાથે સાથે વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે. જે પર્યટન સ્થળ સુધી લઇને જશે.

- એક્સ્પ્રેસ ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા લગાવવામાં આવે.

- 4000 મહિલા કોન્સ્ટેબલની તૈયારી કરવામાં આવી છે. મહિલાઓ માટે મોબાઇલ ફોન નંબર ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેથી અસુરક્ષિત અનુભવી રહેલી મુસાફર ઘટના અંગેની માહિતી મહિલા ફોન કરીને સૂચના આપી શકશે.

- આ નાણાકિય વર્ષમાં અલ્ટ્રા સોનિક ગેજેટ લગાવવામાં આવશે, જેથી દુર્ઘટનાઓથી બચી શકાય.

- સાફસફાઇ માટે આઇવીઆરએસ માટે ફીડબેક લેવામાં આવશે,. જો નેગેટિવ ફીડબેગ આવ્યો તો વેન્ડરનું ટેન્ડર કેન્સર કરી દેવામાં આવશે.

- તમામ મોટા સ્ટેશનો પર ફુડકોર્ટ

- ખાણીપીણીમાં પણ હવે વિશેષ ધ્યાન આપવામાં આવશે.

12:32 pm: યાત્રિઓની સુવિધા

- તમામ સ્ટેશનો પર પીપીટી દ્વારા ફુટ ઓવર બ્રિજ બનાવવામાં આવશે. ઉપરી પગપાળા પુલ અને મોટા સ્ટેશનો પર એક્સેલેટર લગાવવામાં આવશે.

વરિષ્ઠ નાગરિકો માટે બેટરીથી ચાલતી કાર તેમને પ્લેટફોર્મ સુધી લઇ જશે. આ સુવિધા તમામ મોટ સ્ટેશનો પર હશે.

સિલેક્ટેડ ગાડિયોમાં વર્કસ્ટેશન હશે, જેમાં લોકો અલગ અલગ ઉપકરણો મુસાફરો લગાવી શકશે. તેના માટે પેમેન્ટ કરવું પડશે.

- આ નાણાકિય વર્ષમાં અમારું ફોકસ સુરક્ષા પર રહેશે. તેના માટે બજારમાંથી રૂપિયા ઉઠાવીશું, અમે વધારેમાં વધારે રૂપિયા યાત્રિયોની સુરક્ષા પાછળ ખર્ચ કરીશું.

- મે નાણા મંત્રીને જણાવ્યું છે કે રેલવે માટે બજેટમાં વધારો કરવામાં આવે.

- રેલવેની નાણાકિય સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેની કુલ આવક 1 લાખ 49 હજાર છે.

રેલવેમાં એફડીઆઇ

12.22 am: એક બૂલેટ ટ્રેન માટે રેલવે ડિપાર્ટમેન્ટને 60 હજાર કરડો રૂપિયાની જરૂર છે. અમારી આવકનો સ્રોત માત્ર ભાડુ છે. એક રીત છે રૂપિયા ઉઘરાવવાનો અને તે એ છે કે સરકારી કંપનીયો રેલવેમાં રોકાણ કરે બીજી રીત ખાનગી રોકાણ. જે વિદેશી રોકાણ પણ હોઇ શકે છે.

રેલવેમાં પરિચાલન ઉપરાંત તેમાં એફડીઆઇ માટે મંત્રીમંડળની અનુમતિ લેવી પડશે. રેલવેમાં એફડીઆઇની અનુમતિ આપવામાં આવે. એફડીઆઇ રેલવેની પરિચાલ માટે જ નહીં, નવી યોજનાઓને ચલાવવા માટે પણ હશે. અમારુ ફોકસ પીપીટી માટે હશે. તે ખર્ચ હાઇસ્પીડ ટ્રેનો પર હશે.

- હું નવી પરિયોજનાઓની જાહેરાત કરીને વાહવાહી મેળવી શકતો. પરંતુ મારો ફોકસ નવી યોજનાઓ કરતા વધારે જુની યોજનાઓને પૂર્ણ કરવાનો છે.

- લાઇનોને ડબલ કરવા માટે 18400 કરોડ રૂપિયાનો ખર્ચ થયો. નવી લાઇનો માટે 41 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો.

- ઘણી પરિયોજનાઓ એવી છે, જેની ખર્ચનું ઊઘરાણું હજી સુધી કરવામાં નથી આવ્યું.

- વર્તમાનમાં 676 પરિયોજનાઓમાંથી અત્યાર સુધી માત્ર 315 જ પૂરી થઇ શકી છે. બાકી હજી પણ પેન્ડિંગ છે. જેટલી વધારે પરિયોજનામાં વધારો કરીશું તેટલો જ ખર્ચ વધારે કરવો પડશે.

- માલ ભાડા અમે વધારી શક્યા નહીં, અને માલ પરિવહનમાં વધારો કરતા ગયા. આના કારણે રાજસ્વનું ભારે નુકસાન થયું છે.

- વર્તમાન જરૂરીયાતો માટે 5 લાખ કરોડ રૂપિયા જોઇએ. જો રેલવે ભાડાની નીતિમાં ફેરફાર કરવામાં ના આવ્યો તો નુકસાન હજી પણ વધતુ જશે.

- હજી પણ ઘણા સ્થળે ભારતીય રેલવે પહોંચી શકી નથી. ભારતીય રેલવેની કમાણી અને સંચાલન પર નિર્ભર છે. આ આર્થિક સામાજિક બંને જવાબદારી સમજે છે. સામાજિક દાયિત્વ સકળ અવનજનવ મોટો ભાગ થઇ જશે તો 20 હજાર કરોડ વધારે ખર્ચ થશે.

- અમારુ લક્ષ્ય માલ વાહનને દુનિયામાં નંબર વન બનાવવાનું છે. ભારતીય રેલવેમાં દરેક પ્રકારનો જરૂરી સામાન લઇ જવામાં આવે છે.

- રેલવેમાં જેટલા મુસાફરો સફર કરે છે, તે ઓસ્ટ્રેલિયાની વસ્તી જેટલા છે. પ્રતિ દિવસ બે કરોડ કરતા પણ વાધારે યાત્રીઓ મુસાફરી કરે છે.

- કૌટિલ્યએ કહ્યું હતું જે પ્રજાના હિતમાં હોય તે જ રાજા રાજ્યના હિતમાં હોય છે.

- મને રેલવે બજેટ માટે ઘણા સૂચનો મળ્યા છે. રેલવેમાં સારી સુવિધાઓ માટે પણ ઘણા સૂચનો આવ્યા છે.

- ગૌડાએ જણાવ્યું કે ભારતીય રેલવે આપણી અર્થવ્યવસ્થાની આત્મા છે. કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી તમામ પ્રકારના અવરોધોને પાર કરીને તે આપણને સૌને જોડે છે. દેશના દરેક નાગરિકો રેલવે સાથે જોડાયેલા છે.

12.09 pm: રેલ મંત્રી સદાનંદ ગૌડાએ નરેન્દ્ર મોદી સરકારના પહેલા રેલવે બજેટનું ભાષણ વાંચવાનું શરૂ કર્યું.

11.10 am: રેલમંત્રી સદાનંદ ગૌડા સવારે 11 વાગ્યે રેલવે ભવનથી નીકળીને દસ મિનિટમાં સંસદ ભવન પહોંચ્યા હતા.

9.00 am: રેલમંત્રી સદાનંદ ગૌડા સવારે 9 વાગ્યે પોતાના ઘરેથી રેલવે ભવન જવા માટે રવાના થયા હતા.

English summary
It has not been easy for the newly-formed government as it approaches its 100-day threshold. Surely, it is encountering numerous problems that were till now brushed under the carpet by its predecessors, creating an illusion of a people's government. We knew that the railways was running at a loss, but who knew that it was running a debt too and a loss of Rs 26,000 crores.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more