રેલવેની પહેલી પોડ હોટેલ શરૂ, 999 રૂપિયા આ લકઝરી સુવિધા મળશે!

ભારતીય રેલ્વેએ મુસાફરોને એક મોટી ભેટ આપી છે અને આ કડીમાં મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર પ્રથમ પોડ હોટેલ ખોલવામાં આવી છે, જેમાં ભારતીય રેલ્વેના મુસાફરો અને સામાન્ય લોકો પણ ખૂબ સસ્તા ભાવે હવે આધુનિક આરામનો લાભ લઈ શકશે.

મુંબઈ : ભારતીય રેલ્વેએ મુસાફરોને એક મોટી ભેટ આપી છે અને આ કડીમાં મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર પ્રથમ પોડ હોટેલ ખોલવામાં આવી છે, જેમાં ભારતીય રેલ્વેના મુસાફરો અને સામાન્ય લોકો પણ ખૂબ સસ્તા ભાવે હવે આધુનિક આરામનો લાભ લઈ શકશે.

pod hotel

પશ્ચિમ રેલવે (WR)ના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, આ પોડ હોટેલમાં 12 કલાક માટે 999 રૂપિયા અને 24 કલાક માટે 1,999 રૂપિયાનો ખર્ચ થશે. આ હોટલમાં વાઈફાઈ, ટીવી, એક નાનું લોકર, મિરર અને રીડિંગ લાઈટ જેવી આધુનિક સુવિધાઓ આપવામાં આવશે.

રેલવે સ્ટેશનના પહેલા માળે બનેલી આ પોડ હોટેલ ત્રણ હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલી છે. તેમાં 48 કેપ્સ્યુલ રૂમ છે, આ ક્લાસિક પોડ્સ, મહિલાઓ માટે ખાનગી પોડ્સ અને અલગ-અલગ વિકલાંગો માટે વહેંચાયેલા છે. ક્લાસિક પોડ્સની સંખ્યા 30 છે, જ્યારે મહિલાઓ માટે આવા 7 પોડ્સ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 10 ખાનગી અને એક પોડમાં દિવ્યાંગોને સુવિધા આપવામાં આવી છે.

પોડ હોટેલમાં નાના પથારીવાળા ઘણા કેપ્સ્યુલ રૂમનો સમાવેશ થાય છે અને પ્રવાસીઓ માટે રાત્રી રોકાણ પરવડે તેવી રીતે ઉપલબ્ધ કરાવે છે. ભારતીય રેલ્વેની પ્રથમ પોડ હોટેલનું બુધવારે દક્ષિણ મુંબઈના ચર્ચગેટ સ્ટેશનથી કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવે દ્વારા ડિજિટલ રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મંત્રીએ વિડિયો લિન્ક દ્વારા બીજી પેસેન્જર સુવિધાઓનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. કાર્યક્રમમાં દાનવેએ જણાવ્યું હતું કે પ્રવાસીઓને પોડ-કન્સેપ્ટ હોટલોમાં સસ્તા દરે રહેવાની સુવિધા મળશે. પોડ હોટેલને કેપ્સ્યુલ હોટેલ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X