દિલ્લીમાં રેલવે લાઈન પાસેની 48 હજાર ઝુગ્ગીઓ નહિ હટાવીએઃ કેન્દ્ર સરકાર
દેશની રાજધાની દિલ્લીમાં રેલવે લાઈન પાસે બનેલી ઝુગ્ગીઓને હાલમાં નહિ હટાવવામાં આવે.
નવી દિલ્લીઃ દેશની રાજધાની દિલ્લીમાં રેલવે લાઈન પાસે બનેલી ઝુગ્ગીઓને હાલમાં નહિ હટાવવામાં આવે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યુ છે કે હાલમાં તે દિલ્લીમાં રેલવે લાઈન પાસે બનેલી 48 હજાર ઝુગ્ગીઓને નહિ હટાવે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કહ્યુ કે રેલવે, કેન્દ્ર અને દિલ્લી સરકાર મળીને વાત કરશે અને ચાર સપ્તાહમાં ઉકેલ લાવશે. આ નિર્ણય બાદ 48 હજાર ઝુગ્ગીઓવાળા લોકોને મોટી રાહત મળશે.

કેન્દ્ર સરકાર તરફથી અદાલતમાં હાજર થયેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યુ કે શહેરી વિકાસ મંત્રાલય, રેલ મંત્રાલય અને દિલ્લી સરકાર એક સાથે બેસીને ચાર સપ્તાહમાં આ બાબતે ઉકેલ લાવે ત્યાં સુધી ઝુગ્ગીઓને નહિ હટાવવામાં આવે. ત્યારબાદ સર્વોચ્ચ અદાલતે આ કેસને ચાર સપ્તાહ માટે સ્થગિત કરી દીધો. તમને જણાવી દઈએ કે ન્યાયમૂર્તિ અરુણ મિશ્રા, ન્યાયમૂર્તિ બીઆર ગવઈ અને ન્યાયમૂર્તિ કૃષ્ણ મુરારીની ત્રણ સભ્યોની પીઠે તેમને ત્રણ મહિનાની અંદર હટાવવા માટે નિર્દેશ આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે દિલ્લીમાં રેલવેની જમીન પર વસેલી 48 હજાર ઝુગ્ગીઓને હટાવવાના સુપ્રીમ કોર્ટના આદેશ સામે કોંગ્રેસ નેતા અજય માકનની અરજી પર સોમવારે સુનાવણી થઈ. સીજેઆઈ એસએ બોબડે, જસ્ટીસ એએસ બોપન્ના અને જસ્ટીસ વી રામાસુબ્રમણ્યમની સુપ્રીમ કોર્ટની બેંચે આ સુનાવણી કરી. આ બાબતે માકન તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સંઘવીએ પક્ષ રાખ્યો.












Click it and Unblock the Notifications
