Weather Update: દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના

ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં આગામી 24 કલાક દરમિયાન આ રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

નવી દિલ્લીઃ ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ તટીય આંધ્ર પ્રદેશ, તેલંગાના, ઉત્તરી આંતરિક કર્ણાટક, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અસમ અને મેઘાલયમાં મધ્યમથી ભારે વરસાદ થવાના અણસાર છે જ્યારે દક્ષિણ કોંકણ ગોવા, તટીય કર્ણાટક, પૂર્વ અને ઉત્તર-પૂર્વ બિહાર, વિદર્ભ, મરાઠવાડા, અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહ અને અરુણાચલ પ્રદેશમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદના અણસાર

ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદના અણસાર

હવામાન વિભાગે કહ્યુ છે કે આજે કેરળ, તમિલનાડુ, કર્ણાટક, રાયલસીમા, મધ્ય પ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, ઓરિસ્સા, ગંગીય પશ્ચિમ બંગાળ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં વરસાદ થઈ શકે છે અને હવામાનમાં ઠંડક રહેશે. વળી, ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદના અણસાર છે.

દિલ્લી-એનસીઆરમાં વરસાદની સંભાવના નથી

દિલ્લી-એનસીઆરમાં વરસાદની સંભાવના નથી

જ્યારે દિલ્લી-એનસીઆરમાં વરસાદ થવાની સંભાવના નથી. વિભાગે આ પહેલા કહ્યુ હતુ કે દિલ્લીમાં હળવો વરસાદ થશે અને હવામાન સૂકુ રહેશે. સપ્ટેમ્બર દરમિયાન હજુ સુધી રાજધાનીમાં સામાન્યથી 71 ટકા સુધી વરસાદ ઓછો થયો છે.

બંગાળની ખાડીમાં ઓછા દબાણનુ ક્ષેત્ર બની ગયુ છે

બંગાળની ખાડીમાં ઓછા દબાણનુ ક્ષેત્ર બની ગયુ છે

વિભાગે કહ્યુ છે કે બંગાળની ખાડીમાં ઓછા દબાણનુ ક્ષેત્ર બની ગયુ છે જેનાથી મોનસુન ટ્રફ સાગરથી થઈને પસાર થઈ રહ્યુ છે. એક ટ્રફ ઉત્તર મહારાષ્ટ્રથી કેરળ કોસ્ટ સુધી બની ગઈ ગયુ છે. આ ત્રણ સિસ્ટમ સક્રિય રહેવાથી દેશના ઘણા રાજ્યોમાં આજે અને કાલ વરસાદ જોવા મળી રહ્યો છે.

મેઘાયલ અને નાગાલેન્ડમાં મૂસળધાર વરસાદના અણસાર

મેઘાયલ અને નાગાલેન્ડમાં મૂસળધાર વરસાદના અણસાર

ભારતીય હવામાન વિભાગે સિક્કિમ અને ઉપ હિમાલય પશ્ચિમ બંગાળમાં સારા એવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. વિભાગની માનીએ તો આ સ્થળોએ આજે પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. વળી, અસમ, મેઘાલય અને નાગાલેન્ડમાં મોટાભાગના સ્થળોએ આજે મૂસળધાર વરસાદ થવાના અણસાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X