Rain Forecast Gujarat : વરસાદના વધુ એક રાઉન્ડ માટે તૈયાર થઈ જાવ, વરસાદ સાથે વાવાઝોડાની આગાહી
Rain Forecast Gujarat : ચોમાસાની સત્તાવાર વિદાય બાદ પણ ગુજરાતમાં વરસાદ જવાનું નામ નથી લઈ રહ્યોં. હવે હવામાન વિભાગે ગુજરાતમાં વધુ એક વરસાદની આગાહી કરી છે.
નવરાત્રી પુરી થવામાં છે અને રાજ્યના ખેડૂતોએ તેમના ઘણા કામ પુરા કરી લીધા છે તો ઘણા કામ બાકી છે ત્યારે વરસાદની આગાહીએ લોકોને ટેન્શનમાં નાંખ્યા છે.

હવામાન અનુસાર, 17 ઓક્ટોબર આસપાસ બંગાળની ખાડીમાં એક વાવાઝોડા જેવી સિસ્ટમ બનવાની છે, જેથી ફરી એકવાર વરસાદ જોવા મળશે.
હવામાન વિભાગ અનુસાર, હવે ગુજરાતમાં બેવડી ઋતુઓનો અનુભવ ખથે. ગુજરાતમાં 7 સામન્ય રીતે ડ્રાય વાતાવરણ રહેશે. અમદાવાદ, ગાંધીનગર સહિત 35 થી 36 ડિગ્રી તાપમાન નોધાઈ શકે છે. આગામી દિવસમાં તાપમાનનો પારો વધી શકે છે.
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું માનીએ તો 9-10 અને 12 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા કે મધ્યમ વરસાદી ઝાપટાની શક્યતા છે. આ સિવાય 12-13 ઓક્ટોબરે દક્ષિણ ભારત, મુંબઈ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સિસ્ટમ બનવાની શક્યતા છે.
વાવાવોઝાની વાત કરતા અંબાલાલ પટેલ જણાવે છે કે, 17 ઓકોબરે અરબસાગર અને બંગાળની ખાડીમાં એક વાવવાઝોડું બનવાની શક્યતા છે. આ વાવાઝોડું 19 થી 22 ઓક્ટોબર સુધી વધુ એક્ટિવ થશે. અરબી સમુદ્રના દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તેની અસરના ભાગરૂપે વરસાદ જોવા મળશે.
જો કે વાવાઝોડું ગુજરાતથી દૂર કચ્છના ભાગોમાં થઈને પાકિસ્તાન તરફ જઈ શકે અથવા ગુજરાતથી દૂર રહી શકે છે. બીજી તરફ બંગાળની ખાડીમાં સિસ્ટમને 16 થી 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના મધ્ય અને પૂર્વીય ભાગોમાં છુટોછવાયો વરસાદ જોવા મળી શકે છે. રાહતની વાત એ છે કે 22 ઓક્ટોબર આસપાસ ઠંડીની શરૂઆત થઈ જશે.












Click it and Unblock the Notifications
