For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી-NCRમાં આખરે વરસ્યાં વાદળ, તેજ હવાઓ સાથે થયો વરસાદ

દિલ્હી-NCRમાં આખરે વરસ્યાં વાદળ, તેજ હવાઓ સાથે થયો વરસાદ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં આખરે મૉનસૂને દસ્તક આપી છે. સોમવારે રાજધાનીમાં તેજ હવાઓ સાથે ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે. દિલ્હી નજીક આવેલ નોયડા, ગ્રેટર નોયડામાં તેજ વરસાદ શરૂ થઈ ગયો છે. રવિવારે પણ ભીષણ ગરમી બાદ આજે વરસાદે લોકોને મોટી રાહત આપી છે. દિલ્હીમાં બપોરથી આકાશમાં કાળાં વાદળ છવાઈ ગયાં છે. દિવસે અંધારૂં છવાઈ ગયું. વરસાદને પગલે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે.

દિલ્હીના મોસમનો મિજાજ બદલ્યો

દિલ્હીના મોસમનો મિજાજ બદલ્યો

સોમવારે બપોરે દિલ્હીનું મોસમ અચાક બદલ્યું. દિવસે જ રાત જેવો નજારો સર્જાયો. રાજધાનીના કટેલાય વિસ્તારોમાં પહેલા ધૂળ ભરેલ આંધી ચાલી અને થોડી વાર બાદ કાળા વાદળોથી રાજધાનીના આકાશને ઘેરી લીધું. થોડીવાર બાદ જ ઝરમર વરસાદ શરૂ થઈ ગયો. દિલ્હી-એનસીઆરના લોકોને વરસાદનો ભારે ઈંતેજાર હતો.

નોયડા-ગાજિયાબાદમાં પણ વરસાદ

નોયડા-ગાજિયાબાદમાં પણ વરસાદ

હવામાન વિભાગે 15 જુલાઈએ પહેલા જ વરસાદનું અનુમાન જતાવ્યું હતું. વરસાદ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આ વરસાદથી દિલ્હીના લોકોને રાહત મળી છે. તેજ હવાઓ સાથે વરસાદ બાદ કેટલીય જગ્યાએ ઝાડ પડવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.

લાંબા ઈંતેજાર બાદ દિલ્હીમાં વરસાદ

લાંબા ઈંતેજાર બાદ દિલ્હીમાં વરસાદ

એક તરફ દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદને પગલે ગંભીર હાલાત બની ગયા છે તો બીજી તરફ રાજધાની દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં લોકો ગરમીથી પરેશાન છે. રવિવારે ગરમીના તેવર થોડા હળવા થયા. તાપમાનમાં પણ આંશિક ઘટાડો નોંધાયો. દિલ્હીનું તાપમાન મહત્તમ 37.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. સોમવારે થયેલ વરસાદે લોકોને રાહત આપી છે.

આગામી અમુક કલાકમાં અહી આવી શકે છે તોફાન, આસામ-બિહારમાં વરસાદનું રૌદ્ર રૂપ, 20 ના મોત આગામી અમુક કલાકમાં અહી આવી શકે છે તોફાન, આસામ-બિહારમાં વરસાદનું રૌદ્ર રૂપ, 20 ના મોત

English summary
rain in delhi, strong wind finally hits delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X