દિલ્હીમાં વરસ્યો વરસાદ, સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટાં

દિલ્હીમાં વરસ્યો વરસાદ, સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટાં

નવી દિલ્હીઃ ઠંડીના પ્રકોપ વચ્ચે 28મી જાન્યુઆરીએ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો સહિત દેશભરમાં વરસાદી ઝાપટાં પડ્યાં. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આજે રાત્રે સામાન્ય વરસાદ થયો. આ ઉપરાંત દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે ફરી એકવાર તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ઉત્તર ભારતમાં હજી કેટલીય જગ્યાએ ઝાકળછાયું વાતાવરણ છે જેને કારણે હાલ 14 ટ્રેન લેટ ચાલી રહી છે, ટ્રેન મોડી ચાલી રહી હોવાના કારણે યાત્રીઓએ પરેશાની ઉઠાવવી પડી રહી છે, તેમણે ભયંકર ઠંડીમાં કલાકોનો સમય સ્ટેશન પર વિતાવવો પડી રહ્યો છે.

આજે અને કાલે પણ વરસાદની સંભાવના

આજે અને કાલે પણ વરસાદની સંભાવના

ભારતીય હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં ઠંડથી રાહત નહિ મળે કેમ કે પશ્ચિમી વિક્ષોભની સંભાવના છે, જેના કારણે તાપમાનમાં ફરી એકવાર ઘટાડો નોંધાઈ શકે છે. હવામન વિભાગ મુજબ આજે અને કાલેપણ દિલ્હી સહિત યૂપી, હરિયાણા જેવા કેટલાય રાજ્યોમાં વરસાદના અણસાર છે. જાન્યુઆરીમાં અત્યાર સુધી 5 પશ્ચિમી વિક્ષોભ આવી ચૂક્યા છે, એટલું જ નહિ જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશની સાથોસાથ પશ્ચિમી હિમાચલ પ્રદેશના વિસ્તારોમાં વરસાદ અથવા હિમવર્ષા થઈ શકે છે.

રાજસ્થાન અને ઉત્તર મધ્ય પ્રદેશમાં વરસાદની આશંકા

IMD મુજબ 29 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશના કેટલાય વિસ્તારોમાં તેજ હવા અને ગરજ ચમકવાની સાથે વરસાદ નોંધાવી શકે છે, એટલું જ નહિ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે તેજ હવા અને વરસાદ પડી શકે છે.

બદલતા હવામાનનો મિજાજ

ખનગી એજન્સી સ્કાઈમેટ વેધરે કહ્યું કે દિલ્હી એનસીઆરમાં તેજ હવા ચાલી રહી છે જેના કારણે રાષ્ટ્રીય રાજધાની અને તેની આસપાસ પ્રદૂષણનું સ્તર ઘણી હદ સુધી સુધર્યું છે અને આજે અથવા કાલે અહીં હળવો વરસાદ થઈ શકે છે, આગામી 24 કલાક દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાતાવરણમાં ફરીથી પલટો આવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X