For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વરસાદ અને બરફની ઝપેટમાં ઉત્તર ભારત

By Super
|
Google Oneindia Gujarati News

rain
નવીદિલ્હી, 17 ફેબ્રુઆરીઃ આખા ઉત્તર ભારતમાં મોસમનો મિજાજ બદલાયો છે, ખુલ્લા વિસ્તારોમાં વરસાદ અને પર્વતીય વિસ્તારોમાં બરફ પડી રહ્યો છે, જેના કારણે તાપમાન અચાનક નીચું જતું રહ્યું છે.

ઉત્તર ભારતમાં ફેબ્રુઆરી મહિનામાં બેમોસમ વરસાદ અને બરફ પડ્યો, તો ક્યારેક-ક્યારેક આ આફત પણ લઇને આવ્યા છે, આખા ઉત્તર ભારતમાં ફેબ્રુઆરી મહીનામાં મોસમનો માર સહન કરી રહ્યાં છે.

જમ્મુ અને કાશ્મીરથી લઇને ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સુધી ઘણા પર્વતીય વિસ્તારમાં જોરદાર બરફ પડી રહ્યો છે. સાથે જ પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશથી લઇને બિહાર સુધી વરસાદથી ખેતર-પાક અને રસ્તાઓમાં પાણીથી ભરાઇ ગયા છે. આજે પણ રાહતના અણસાર જોવા મળતા નથી.

મોસમ વિભાગે જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં તો રવિવારે સાંજે મોસમ યોગ્ય થવાની શરૂઆત થઇ જશે, પરંતુ યુપી-બિહારની સાથ પર્વતીય વિસ્તારોમાં આગામી 24 કલાક ભારે છે.

આ સમયે ભારત અંદાજે 70 ટકા ભાગ વાદળોથી ઢકાયેલો છે. છેલ્લા 24 કલાકમાં ઉત્તર ભારત અને મધ્ય ભારતના તમામ વિસ્તારમાં 2 સેન્ટિમીટરથી 8 સેન્ટીમીટર વરસાદ થયો છે. વાદળો અને વરસાદના કારણે મોટાભાગના વિસ્તારનું તાપમાન 6થી10 ડિગ્રી સેલ્સિયસ નીચે જતું રહ્યું છે.

મોસમ વિભાગ અનુસાર, આગામી 24 કલાકમાં જમ્મુ-કાશ્મિર, હિમાચલ અને ઉત્તરાખંડમાં સારો વરસાદ અને બરફ થશે. 24 કલાક બાદ આ રાજ્યોમાં વાદળ દૂર થઇ જશે.

પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને વિદર્ભના વિસ્તારોને લઇને મોસમ વિભાગનું માનવું છે કે તે રવિવારે સાંજ સુધી વરસાદ થઇ થકે છે, બાદમાં આકાશ સાફ થઇ જશે અને વરસાદવાળા વિસ્તારમાં કાળા વાદળ હટી જશે.

ફેબ્રુઆરીના મહિનામાં આવેલો આ મોસમ વગરના વરસાદની ખાસ વાત એ છે કે તેનો વિસ્તાર નક્કી નથી, પરંતુ દેશના મોટા ભાગમાં આ સમયે તેન ઝપેટમાં આવી શકે છે. જાણકારોનું કહેવું છે કે આ વરસાદ ખેતી માટે વરસાદ સાબિત થશે, આ વરસાદથી સારો પાક થશે, લોકો પોતાની સુરક્ષા પર ધ્યાન રાખે તો ફેબ્રુઆરીમા મોસમ સારું હશે.

English summary
The cold weather has resumed in most states of north India due to heavy raining in Uttar Pradesh, Delhi and Haryana and fresh snow fall in Kashmir Valley in last 48 hours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X