For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના સંક્રમિત થયા રાજા ભૈયા, ખુદને હોમ ક્વોરેન્ટાઈન કર્યા

કોરોના સંક્રમિત થયા રાજા ભૈયા, ખુદને હોમ ક્વોરેન્ટાઈન કર્યા

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામા કોરોના વાયરસની સ્થિતિ ભયાનક થઈ ગઈ છે. ગત 24 કલાકમાં પ્રતાપ ગઢમાં કોરોના સંક્રમણના 318 નવા દર્દી સામે આવ્યા છે. ત્યારે કુડાથી અપક્ષ ધારાસભ્ય રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા પણ કોરોના સંક્રમિત થઈ ગયા છે. રાજા ભૈયાનો એન્ટીજન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જે બાદ તેમણે ખુદને બેતી મહેલમાં હોમ આઈસોલેટ કરી લીધા છે.

Raja bhaiya

અપક્ષ ધારાસભ્ય રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફ રાજા ભૈયા હાલ ડૉક્ટરે જણાવ્યા મુજબ દવા લઈ રહ્યા છે. રાજા ભૈયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના સ્વાસ્થ્યને લઈ સમર્થકો કામના કરી રહ્યા છે. પૂર્વ મંત્રી કુંવર રઘુરાજ પ્રતાપ સિંહનો એન્ટીજન રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આરટી-પીસીઆર તપાસ માટે તેમનું સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યું છે. હાલ રાજા ભૈયાએ ખુદને આઈસોલેટ કરી લીધા છે અને ડૉક્ટર દ્વારા જણાવવામાં આવેલી દવા લઈ રહ્યા છે. સપા નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી અવધેશ પ્રસાદ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.

અવધેશ પ્રસાદના પત્ની અને પૂર્વ જિલ્લા પંચાયત અધ્યક્ષ સોના દેવી પણ કોરોના સંક્રમિત છે. બંને લખનઉના એક હોસ્પિટલમાં દાખલ છે જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય નાગરિકોની સાથે જ માનનીય અને મોટા ઑફિસર પણ કોરોનાના લપેટામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે જ તેમના કેટલાય મંત્રીઓ પણ સંક્રમિત થયા છે. બીજી તરફ સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ પણ સંક્રમિત છે. યોગી સરકારના દોઢેક ડઝનથી વધુ અધિકારી સંક્રમિત છે.

કોરોના સામેની લડાઈમાં મહત્વનું પગલું, દેશભરમાં 162 ઑક્સીઝન પ્લાન્ટ લાગશેકોરોના સામેની લડાઈમાં મહત્વનું પગલું, દેશભરમાં 162 ઑક્સીઝન પ્લાન્ટ લાગશે

English summary
Raja bhaiya tested coronvirus positive
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X