રાજસ્થાનમાં ભીષણ રોડ અકસ્માત, ટ્રેલર અને જીપની ટક્કરમાં 11ના મોત

રાજસ્થાનના જોધપુર જિલ્લામાં એક ભીષણ રોડ દૂર્ઘટના બની છે. શનિવારે સવારે થયેલી આ દૂર્ઘટનામાં 11 લોકોના મોત નીપજ્યા છે.

રાજસ્થાનના જોધપુર જિલ્લામાં એક ભીષણ રોડ દૂર્ઘટના બની છે. શનિવારે સવારે થયેલી આ દૂર્ઘટનામાં 11 લોકોના મોત નીપજ્યા છે. દૂર્ઘટના જિલ્લાના શેરગઢ પોલિસ સ્ટેશન વિસ્તારમાં મેગા હાઈવે પર સોઈન્તરા ગામ પાસે થઈ. પૂર ઝડપે આવી રહેલ ટ્રેલર અને પિકઅપમાં જબરદસ્ત ટક્કર થઈ ગઈ. મૃતકોમાં 4 પુરુષ, 6 મહિલાઓ અને 1 બાળક શામેલ છે. દૂર્ઘટના બાદ ઘટના સ્થળે પહોંચી પોલિસે ક્રેનની મદદથી મૃતકોને બહાર કાઢ્યા. અમુક લોકો ઘાયલ પણ થયા છે જેમને સ્થાનિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

jodhpur accident

દૂર્ઘટનાના શિકાર લોકોમાં એક નવપરિણીત યુગલ પણ શામેલ છે. મૃતકો અને ઘાયલોની ઓળખ થઈ શકી નથી. રોડ અકસ્માત પર સીએમ અશોક ગહેલોતે દુઃખ વ્યક્ત કર્યુ છે. સીએમ અશોક ગહેલોતે ટ્વિટ કરીને શોક સંવેદના વ્યક્ત કરી છે. સીએમે મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપવા અને ઘાયલોને જલ્દી આરોગ્ય લાભની પ્રાર્થના કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X