6 કલાકની અંદર કોટામાં બે છાત્રોએ કરી આત્મહત્યા, કોચિંગ સેન્ટરમાં ટેસ્ટ લેવા પર લાગી રોક
Kota Suicide: રાજસ્થાનના કોટામાં મેડિકલ કોલેજમાં એડમિશનની તૈયારી કરી રહેલા બે વિદ્યાર્થીઓએ રવિવારે આત્મહત્યા કરી લીધી હતી. આ સાથે કોટામાં આ વર્ષે તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓની આત્મહત્યાનો આંકડો 23 પર પહોંચી ગયો છે. માત્ર ઓગસ્ટ મહિનામાં જ 6 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે.
કોટામાં માત્ર છ કલાકમાં જ બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. જે બાદ રાજ્ય સરકારે પગલાં લેતા કોચિંગ ઈન્સ્ટિટ્યૂટને બે મહિના સુધી ટેસ્ટ ન લેવાનો નિર્દેશ આપ્યો છે.

રવિવારે મહારાષ્ટ્રના 16 વર્ષના વિદ્યાર્થીએ વિજ્ઞાન નગર વિસ્તારમાં સંસ્થાના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. સર્કલ ઓફિસર ધરમવીર સિંહે જણાવ્યું કે બપોરે પરીક્ષા બાદ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી.
આ ઘટનાના 6 કલાક પછી બિહારથી અહીં તૈયારી માટે આવેલા 18 વર્ષના વિદ્યાર્થીએ રૂમમાં સીલિંગ ફેન સાથે ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. તે કુનડી વિસ્તારમાં તેની બહેન સાથે રહેતો હતો. રવિવારે સાંજે વિદ્યાર્થીએ રૂમમાં પંખા સાથે લટકીને જીવનનો અંત આણ્યો હતો.












Click it and Unblock the Notifications
