લોહીથી લથપથ બે યુવક તડપતા રહ્યા, સેલ્ફી લેવા લાગ્યા લોકો
રાજસ્થાનમાં રોડ દુર્ઘટનાનો એક શર્મનાક મામલો સામે આવ્યો છે. જેમાં પસાર થતા લોકો મદદ કરવાને બદલે સેલ્ફી લેતા જોવા મળ્યા. રોડ દુર્ઘટનામાં આસપાસ ભેગા થયેલા લોકો વીડિયો બનાવતા રહ્યા
રાજસ્થાનમાં રોડ દુર્ઘટનાનો એક શર્મનાક મામલો સામે આવ્યો છે. જેમાં પસાર થતા લોકો મદદ કરવાને બદલે સેલ્ફી લેતા જોવા મળ્યા. રોડ દુર્ઘટનામાં આસપાસ ભેગા થયેલા લોકો વીડિયો બનાવતા રહ્યા પરંતુ ઘાયલ થયેલા લોકોની મદદ માટે કોઈ પણ આગળ આવ્યું નહીં. જણાવવામાં આવી રહ્યું છે કે એક સ્કૂલ બસે ત્રણ બાઈક સવારોને ટક્કર મારી. જેમાંથી એક વ્યક્તિની જગ્યા પર જ મૌત થઇ ગયી. જયારે બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા છે. આ બંને ઘાયલ યુવાનો રસ્તા પર અડધા કલાક સુધી તડપતા રહ્યા.

બસની ટક્કરથી એક વ્યક્તિની મૌત થઇ ગયી જયારે બે યુવાનો લોહીથી લથપથ રસ્તા પર પડ્યા હતા પરંતુ તેમની મદદ માટે કોઈ પણ આગળ આવ્યું નહીં. લોકો વીડિયો બનાવતા રહ્યા અને ફોટો ખેંચતા રહ્યા. જ્યાં સુધી પોલીસ ત્યાં પહોંચી ત્યાં સુધી ઘણું મોડું થઇ ચૂક્યું હતું ઘાયલોની હોસ્પિટલ લઇ જતા મૌત થઇ ગયી. આ ઘટના રાજસ્થાનના બાડમેર જિલ્લાની છે જ્યાં રોડ દુર્ઘટનામાં ત્રણ લોકોની મૌત થઇ ચુકી છે.
પોલીસે જણાવ્યું કે જો યોગ્ય સમયે તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હોત તો તેમનો જીવ બચી શકતો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ત્રણે મૃતક ગુજરાતની એક સિમેન્ટ ફેક્ટરીમાં ઠેકેદારનું કામ કરતા હતા. ત્રણથી એક વ્યક્તિના લગ્ન નથી થયા જયારે બાકીના બંને લોકોનો આખો પરિવાર છે.












Click it and Unblock the Notifications
