Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rajasthan Election: રાજસ્થાનમાં 199 સીટો પર આજે મતદાન, સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત, 12,500 મતદાન મથકો સંવેદનશીલ

Rajasthan Assembly Election 2023: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન થશે. રાજ્યના તમામ મતદાન કેન્દ્રો પર મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. આ વખતે રાજસ્થાનની કુલ 200 સીટોમાંથી 199 સીટો પર મતદાન થશે.

કોંગ્રેસના ઉમેદવાર ગુરમીત સિંહ કુન્નરના નિધનને કારણે કરણપુર સીટ પર મતદાન સ્થગિત કરવામાં આવ્યું છે. 199 વિધાનસભા ક્ષેત્રમાં 5,25,38,105 મતદારો છે. રાજસ્થાનમાં આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે.

Rajasthan Election

મતદાન માટે રાજ્યમાં કુલ 51,890 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. આમાં લગભગ 12,500 મતદાન મથકો સંવેદનશીલ છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.

તમને જણાવી દઈએ કે શ્રીગંગાનગર કરણપુર સીટ પર કોંગ્રેસના ઉમેદવાર ગુરમીત સિંહ કુનારના નિધનને કારણે આજે મતદાન થશે નહીં. મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ ગુપ્તાના જણાવ્યા અનુસાર, કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો પર સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે.

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે રાજ્યના લોકોને કોંગ્રેસ સરકારની કલ્યાણકારી યોજનાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવાની અપીલ કરી છે. રાજસ્થાનમાં 199 બેઠકો માટે 1,863 ઉમેદવારો મેદાનમાં છે. 5,26,90,146 મતદારો ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. 18-30 વય જૂથના 1,70,99,334 યુવા મતદારો મતદાન કરશે, જેમાં 18-19 વય જૂથના 22,61,008 નવા મતદારોનો સમાવેશ થાય છે.

આ વખતે સત્તાધારી કોંગ્રેસ તરફથી અશોક ગેહલોત, ગોવિંદ સિંહ દોતાસરા, સીપી જોશી, શાંતિ ધારીવાલ, બીડી કલ્લા, ભંવર સિંહ ભાટી, સાલેહ મોહમ્મદ, પ્રતાપ સિંહ ખાચરિયાવાસ, રાજેન્દ્ર યાદવ, સચિન પાયલટ, ઉદલ લાલ અંજના પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ભાજપ તરફથી વસુંધરા રાજે, રાજેન્દ્ર રાઠોડ, સતીશ પુનિયા, દિયા કુમારી, રાજ્યવર્ધન રાઠોડ અને કિરોડી લાલ મીણા મેદાનમાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X