Rajasthan Congress : કેસી વેણુગોપાલ અને કમલનાથને મળ્યા સચિન પાયલટ, કરી આ ચર્ચા
Rajasthan Congress : રાજસ્થાનમાં વર્તમાન સમયમાં રાજકારણમાં જોરદર ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ગુરુવારના રોજ સચિન પાયલટ દિલ્હી પહોંચ્યા છે. જ્યાં તેઓ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ, સચિન પાયલટ અને પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલની સાથે મુલાકાત કરી હતી.
આ સાથે રાજસ્થાનમાં ચાલી રહેલા જૂથવાદ અને પાયલટ ગેહલોતના વિવાદનું કોકળું ઉકેલવા અંગે ચર્ચા થઇ હતી. સચિન પાયલટે રાજસ્થાનમાં પોતાની જ સરકાર સામે રણસિંગું ફૂક્યું છે. પાયલટે અગાઉની ભાજપ સરકારના કથિત ભ્રષ્ટાચાર સામે આ અઠવાડિયે એક દિવસના ઉપવાસ કર્યા હતા.

વસુંધરા રાજે દ્વારા અને તેમના જ પક્ષની સરકાર પર નિષ્ક્રિયતાનો આરોપ લગાવ્યો હતો, ત્યારે આ વર્ષના અંતમાં યોજાનારી ચૂંટણી પહેલા આ રાજકીય મામલો ભારે હલચલ મચાવી શકે છે.
જે દરમિયાન દિલ્હીમાં સચિન પાયલોટ અંગે પૂછવામાં આવેલા એક સવાલનો જવાબ આપતા કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું હતું કે, કોઈ અફવા નથી, જ્યારે અમે રાજસ્થાન અંગે નિર્ણય લઈશું, ત્યારે અમે તમને જણાવીશું.
કોંગ્રેસ નેતૃત્વ, જેણે શરૂઆતમાં અશોક ગેહલોતને સમર્થન આપ્યું હતું અને પાયલોટના સમર્થનમાં બે નિવેદનો બહાર પાડ્યા હતા. તેમના ઉપવાસને પક્ષ વિરોધી પ્રવૃત્તિ તરીકે ગણાવ્યા હતા, હવે તેનું વલણ બદલ્યું છે અને મધ્યમ રસ્તો શોધવાનો પ્રયાસ કરી રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સચિન પાયલટે પોતાની ફરિયાદ કમલનાથ અને વેણુગોપાલ સુધી પહોંચાડી અને પક્ષ પાસેથી ન્યાયી વ્યવહારની માંગ કરી.
કોંગ્રેસના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, સચિન પાયલોટે પણ વસુંધરા રાજે સામેના તેમના ઉપવાસનો બચાવ કરતા જણાવ્યું હતું કે, તે પક્ષ વિરોધી નથી અને તે જાહેર હિતના મુદ્દા ઉઠાવી રહ્યા છે.
કોંગ્રેસના નેતૃત્વ પણ નવા નિયુક્ત રાજસ્થાન પ્રભારી સુખજિન્દર સિંહ રંધાવા અને વરિષ્ઠ નેતા જયરામ રમેશે આપેલા નિવેદનથી નારાજ છે, જેમણે સચિન પાયલટના ઉપવાસને પક્ષ વિરોધી પ્રવૃત્તિ ગણાવતા તેમના નિવેદનની સમીક્ષા કરી હતી. મામલામાં અચાનક આવેલ વળાંકે પાર્ટીમાં ઘણાને નારાજ કર્યા છે.












Click it and Unblock the Notifications
