રાજસ્થાનમાં કોંગ્રેસનું ઘોષણાપત્રઃ ખેડૂતોને દેવુમાફ, છોકરીઓને મફત શિક્ષણ
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઘોષણાપત્ર જાહેર કરી દીધુ છે. કોંગ્રેસે આને જન ઘોષણા પત્ર નામ આપ્યુ છે.
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઘોષણાપત્ર જાહેર કરી દીધુ છે. કોંગ્રેસે આને જન ઘોષણા પત્ર નામ આપ્યુ છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટ સાથે આ પ્રસંગે મહાસચિવ અશોક ગેહલોત પણ હાજર રહ્યા. તેમણે રાજસ્થાનની જનતાને ઘણા મોટા મોટા વચનો આપ્યા અને કહ્યુ કે સરકાર બનતા જ પાર્ટીની પ્રાથમિકતા આ વચનોને પૂરા કરવાની રહેશે. સચિન પાટલટે હુમલો કરીને કહ્યુ કે ભાજપ પહેલાના વચનો પૂરા કરી શકી નથી પરંતુ આ ચૂંટણીમાં પણ ઘોષણાપત્ર લઈને આવી છે. તેમણે રાજસ્થાનની જનતા પાસે માફી માંગવી જોઈએ કે પહેલા આપેલા વચનોને તે પૂરા કરી શકી નથી.

કોંગ્રેસે રાજસ્થાનની જનતાને આપ્યા વચનો
- રાજસ્થાનમાં સરકાર બનતા જ 10 દિવસોની અંદર ખેડૂતોનું દેવુ માફ કરી દેવામાં આવશે.
- કોંગ્રેસે છોકરીઓને મફત શિક્ષણ આપવાનું વચન આપ્યુ છે.
- યુવાનો પરીક્ષા માટે મફતમાં પ્રવાસ કરશે. મુદ્રા યોજના પર પણ કામ કરશે.
- ટ્રેક્ટર અને અન્ય કૃષિ ઉપયોગી સામાનોને જીએસટીની સીમામાંથી બહાર લાવવાનું વચન.

‘ડોક્યુમેન્ટ નહિ કમિટમેન્ટ છે અમારુ'
સચિને કહ્યુ કે આ ઘોષણાપત્ર માત્ર ડોક્યુમેન્ટ નથી અમારુ કમિટમેન્ટ છે. કોંગ્રેસના ઘોષણાપત્રમાં ખેડૂતો, યુવાનો, મહિલાઓ સહિત દરેક વર્ગને લલચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઘોષણાપત્ર માટે 2 લાખથી વધુ સૂચનો લેવામાં આવ્યા છે.
- દરેક વ્યક્તિને મફતમાં સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ કરાવવા માટે વચન જેના માટે રાઈટ ટુ હેલ્થ કાયદો બનાવવામાં આવશે.
- પત્રકારોના જર્નાલિસ્ટ પ્રોટેક્શન એક્ટ અલગથી બનાવવામાં આવશે.
- ગરીબોને ઘર બનાવવા માટે સસ્તી લોન આપવામાં આવશે.

શિક્ષિત બેરોજગારો યુવાનોને બેરોજગારી ભથ્થુ
- શિક્ષિત બેરોજગાર યુવાનોને સાડા ત્રણ હજાર માસિક ભથ્થુ
- વૃદ્ધ ખેડૂતોને પેન્શન આપવાનું વચન
- દરેક જિલ્લામાં મહિલાઓ માટે આઈટીઆઈ અને પોલિટેકનિક ખોલવામાં આવશે.
- અસંગઠિત ક્ષેત્રો માટે બોર્ડ બનાવવામાં આવશે.
- રોજગાર માટે સરળ લોન આપવામાં આવશે.
- ગોચર ભૂમિ બોર્ડની રચના કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
