Rajasthan Election Result 2023: માયાવતી રાજસ્થાનમાં કોને આપશે સમર્થન? ભાજપ કે કોંગ્રેસ, ખુલ્યુ રહસ્ય
Rajasthan Election Result 2023: રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે મતદાવ થઇ ગયું છે, અને એક્સિટ પોલના રિઝલ્ટ પણ સામે આવી ચૂક્યા છે. હવે તમામ પાર્ટીની નજર 3 ડિસેમ્બરના રોજ થનારી મત ગણતરી પર અટકેલી છે.
એક્સિટ પોલમાં રાજસ્થાનમાં ભાજપને સૌથી વધુ બેઠકો મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, કોંગ્રેસનું કહેવું છે કે, પરિણાન તેમના પક્ષમાં આવશે.

આ દરમિયાન દરેકના મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, ગત વખતની જેમ આ વખતે પણ માયાવતીની બહુજન સમાજ પાર્ટી રાજસ્થાનમાં અજાયબીઓ કરી શકશે, અને જો તેને યોગ્ય બેઠકો મળશે, તો બસપા કોને સમર્થન આપશે?
હવે આ સવાલનો જવાબ રાજસ્થાનમાં બસપાના પ્રદેશ અધ્યક્ષ ભગવાન સિંહ બાબાએ આપ્યો છે. ભગવાન સિંહ બાબાએ મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં જે પણ પાર્ટી સરકાર બનાવશે, અમારા ધારાસભ્યો તે સરકારને શરતો સાથે સમર્થન આપશે.
બસપાના પ્રદેશ અધ્યક્ષ ભગવાન સિંહ બાબાએ જણાવ્યું હતું કે, બહુજન સમાજ પાર્ટીએ રાજસ્થાનમાં ખૂબ જોરદાર રીતે ચૂંટણી લડી હતી અને ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરના રોજ જાહેર થવાના છે. જેમ દેખાઈ રહ્યું છે, BSP લગભગ 18-20 બેઠકો પર ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. રાજ્યમાં ત્રિકોણીય સંઘર્ષમાં બીએસપી પણ સામેલ છે.
અમારા ધારાસભ્યો સરકારમાં મંત્રી બનશે - ભગવાન સિંહ બાબાએ વધુમાં કહ્યું, મને વિશ્વાસ છે કે, અમારા ઘણા ધારાસભ્યો રાજસ્થાનમાં વિજયી બનીને પાછા આવશે. 2008 હોય કે 2018, અમે કોંગ્રેસને બે વાર બિનશરતી સમર્થન આપ્યું, પરંતુ બંને વખત કોંગ્રેસે અમારા ધારાસભ્યોને છીનવી લીધા અને ખરીદ્યા હતા. આ વખતે અમારા પ્રમુખ માયાવતીએ સ્પષ્ટ કહ્યું છે કે, જે પણ ધારાસભ્ય જીતશે, તેઓ કોઈને પણ બિનશરતી સમર્થન આપશે નહીં. અમારા ધારાસભ્યો સરકારમાં જોડાશે, મંત્રી બનશે અને બસપા સાથે જોડાશે.
ઉલ્લેખનીય છે કે, 2018ની વિધાનસભા ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટીના 6 ધારાસભ્યો ચૂંટાયા હતા. જોકે, બાદમાં આ તમામ ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાયા હતા. બસપા સુપ્રીમો માયાવતીએ તે સમયે કોંગ્રેસ પર તેમના ધારાસભ્યોને ખરીદવાનો આરોપ લગાવ્યો હતો.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ









Click it and Unblock the Notifications
