Rajasthan Election : રાહુલ ગાંધી કેમ રાજસ્થાન નથી જઈ રહ્યા? આ છે કારણ
રાજસ્થાનમાં કોંગ્રેસ કોઈપણ રીતે ખુરશી બચાવવા માંગે છે. આ જ કારણ છે કે અહીં અશોક ગેહલોત એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. જો કે હવે રાજસ્થાનમાં રાહુલ ગાંધીની ગેરહાજરીને લઈને ચર્ચા શરૂ થઈ છે.
આ સવાલ કોંગ્રેસ અને રાજસ્થાનના રાજકારણમાં ચર્ચાએ ચડ્યો છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના મેદાનમાં રાહુલ ગાંધીની ગેરહાજરી ઘણા સવાલો ઉભા કરી રહી છે.

દિવાળી પછી રાજસ્થાનમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારકોનો ચૂંટણી પ્રચાર વેગ પકડશે તેવા અહેવાલો છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી પછી રાહુલ ગાંધી ત્રીજા સ્થાને છે.
જો કે હવે રાજસ્થાન ચૂંટણીમાં રાહુલની એન્ટ્રી થશે અનેચર્ચાઓ વચ્ચે તેમનો જયપુર જવાનો પ્લાન સામે આવ્યો છે. 16 નવેમ્બરે રાહુલ ગાંધી જયપુરમાં રોડ શો કરવા જઈ રહ્યા છે. અહીં તે ચાર દિવસ રાજસ્થાનમાં રોકાશે.
રાજસ્થાન કોંગ્રેસના નેતાઓના જણાવ્યા અનુસાર, દિવાળી પછી રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી 20 રેલીઓને સંબોધિત કરશે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, 2023ની ચૂંટણી માટે રાહુલ ગાંધીની રાજસ્થાનની છેલ્લી મુલાકાત 23 સપ્ટેમ્બરે યોજાઈ હતી. આ દરમિયાન તેમણે જયપુરમાં આયોજિત કાર્યકર્તા સંમેલનમાં ભાગ લીધો હતો. આ પહેલા તેઓ 9 ઓગસ્ટે બાંસવાડાના માનગઢ ધામ આવ્યા હતા.
પ્રિયંકા ગાંધીએ તાજેતરમાં દૌસા અને ઝુનઝુનુમાં રેલીઓ યોજી હતી, જે બંને વિસ્તારો સચિન પાયલટના સમર્થકો છે. ઘણા લોકો અશોક ગેહલોત-સચિન પાયલોટ વિવાદને પણ રાજસ્થાન ચૂંટણીથી રાહુલ ગાંધીના અંતરનું કારણ ગણી રહ્યા છે.
કહેવાઈ રહ્યું છે કે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અશોક ગેહલોતના જૂથે કોંગ્રેસ હાઈકમાન્ડને પડકાર ફેંકતા રાહુલ ગાંધી હજુ પણ સીએમ અશોક ગેહલોતથી નારાજ છે.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી હજુ સુધી સંપૂર્ણ રીતે સક્રિય જોવા ન મળતાં ભાજપે પણ પ્રતિક્રિયા આપી છે. બીજેપીના પ્રવક્તા લક્ષ્મીકાંત ભારદ્વાજનું કહેવું છે કે 2018ની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ ખેડૂતોને લોન માફીનું વચન આપ્યું હતું, જે સરકાર બનાવ્યા બાદ પણ પૂરું થયું નથી. આના કારણે રાહુલ ગાંધી રાજસ્થાન નથી આવી રહ્યા.












Click it and Unblock the Notifications
