For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: રાજસ્થાનમાં બેરોજગાર વિરોધ પ્રદર્શન કચડી નાખવામાં આવ્યું, પોલીસે જોરદાર પીટાઈ કરી

દેશના સંવિધાનમાં અહિંસક રીતે સરકાર અને પ્રશાશન સામે વિરોધ નોંધાવવાની છૂટ આપવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

દેશના સંવિધાનમાં અહિંસક રીતે સરકાર અને પ્રશાશન સામે વિરોધ નોંધાવવાની છૂટ આપવામાં આવી છે. આજે દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો લોકતંત્રની યાદ અપાવે છે પરંતુ અંગ્રેજી શાશન મુજબ તેઓ તેમની સામે થતો વિરોધ કચડી પણ નાખે છે, પછી ભલે વિરોધ કાળા ઝંડા બતાવીને અહિંસક તરીકે પણ કરવામાં આવતો હોય. અહીં રાજસ્થાન સરકારનો ચહેરો ખરાબ કરતો એક વીડિયો વાયરલ થયો છે.

rajasthan

મુખ્યમંત્રી વસુંધરા રાજેની રાજસ્થાન ગૌરવ યાત્રા બિકાનેર સંભાગમાં ચાલી રહી છે. આ દરમિયાન રાજ્યના બેરોજગારો પોતાનો અવાઝ મુખ્યમંત્રી સુધી પહોંચાડવા માંગે છે. પરંતુ પોલીસ અપરાધીઓ જેવો વર્તાવ કરીને તેમની પીટાઈ કરી રહી છે. જયારે બિકાનેરના બેરોજગાર યુવાનોએ વસુંધરા રાજેના નીકળતા રથના રસ્તા કિનારે કાળા કપડાં બતાવીને વિરોધ નોંધાવ્યો ત્યારે પોલીસે તેમની ખુબ જ પીટાઈ કરી. ત્રણ બેરોજગારોને અપરાધીઓ જેમ નિર્દયતાપૂર્વક મારવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આપને જણાવી દઈએ કે વસુંધરા રાજે રાજસ્થાન ઇલેક્શનને ધ્યાનમાં રાખીને રાજસ્થાન ગૌરવ યાત્રા પર નીકળ્યા છે. આ પહેલા એક રેલી દરમિયાન વસુંધરા રાજેના કાફલા પર ભીડ ઘ્વારા પથરાવ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે તરત જ બધા જ લોકોની ધરપકડ કરી હતી.

English summary
rajasthan goverment break the protest of unemployed peoples in jaipur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X