રાજસ્થાનની હાઇકોર્ટે કહ્યું ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરે સરકાર

Posted By:
Subscribe to Oneindia News

બહુચર્ચીચ હિંગોનિયા ગૌશાળા મામલે સુનવણી કરતા રાજસ્થાન હાઇકોર્ટે આજે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજસ્થાનની હાઇકોર્ટે સરકારને ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાનું જણાવ્યું છે. એટલું જ નહીં, રાજસ્થાન હાઇકોર્ટે ગૌહત્યા કરનારાની સજા વધુ સખત કરવાની વાત પણ કરી છે. હાઇકોર્ટે જણાવ્યું છે કે ગૌહત્યા કરનાર પર આજીવન કારાવાસની સજા સરકાર દ્વારા કાનૂનમાં સામેલ કરવામાં આવે.

cow

ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં ગૌહત્યા પર 10 વર્ષની સજા થઇ શકે છે. અને 10,000 સુધીનો દંડ પણ ભરવો પડે છે. સાથે બળને પણ અહીં મારવાની મનાઇ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાતમાં પણ ગૌહત્યા મામલે કડક નિયમો સરકાર દ્વારા દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત બાદ પડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ ગૌહત્યા મામલે આજીવન કારાવાસની માંગ ઊઠી છે.

English summary
Rajasthan government on Wednesday asked Centre to declare cow as national animal.
Please Wait while comments are loading...