For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાવધાન: દારૂ પીધો તો બૈયરું લઇ જશે પગાર...!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જયપુર, 21 સપ્ટેમ્બર: દારૂ પીને પોતાની જવાબદારીને પુરી ન કરનાર લોકો વિરૂદ્ધ રાજસ્થાન સરકાર વિરૂદ્ધ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બીસીસીમાં (નારાયણ બારેઠ)માં છપાયેલા એક અહેવાલ મુજબ જો કોઇ વ્યક્તિ દારૂ પીને પત્ની અને બાળકોને કષ્ટ આપે છે તો તેનો અડધો પગાર તેની પત્નીના ખાતામાં જમા કરાવી દેવામાં આવશે. રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે આ મુદ્દે નિમવામાં આવેલી સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ કર્મચારીઓ માટે આ નિર્ણય સંભળાવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સંપૂર્ણપણે દારૂબંધી કરવા માટે પૂર્વ ધારાસભ્ય ગુરૂશરણ છાબડાએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા પરંતુ રાજ્યને પ્રતિવર્ષ મળનાર આવકને જોતાં ગેહલોત સરકાર માટે દારૂના પ્રતિબંધ લગાવવો સંભવ ન હતો. રાજ્ય સરકારે વર્ષ 2011-12માં આ વિભાગ પાસેથી 3,286.99 કરોડની આવક પ્રાપ્ત કરી હતી. રાજ્યમાં હાલ પંદર બોટલિંગ એકમ અને લગભગ એક હજાર દુકાનો છે.

wine

માટે સરકારે સિવિલ સેવા આચરણમાં ફેરફાર કરતાં કહ્યું હતું કે જો કોઇ કર્મચારીને દારૂ પીવાની ટેવ છે અને તે પોતાના પરિવાર યોગ્ય રીતે પાલનપોષણ કરતો નથી તો તેનો અડધો પગાર પરિવારજનોના ખાતામાં જમા કરવામાં આવશે. પરિવારજનોમાં પત્ની, અવયસ્ક, વિકલાંગ પુત્ર-પુત્રી અને ઘરડાં મા-બાપનો સમાવેશ કરવામાં આવ્યો છે.

English summary
In a big decision against alcoholics Rajasthan government announced that if a drinker does not fulfil his family responsibilies, his half salary will be deposited in the name of his family.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X