રાજસ્થાનના રાજ્યપાલ અને કેન્દ્રીય મંત્રીનું ટ્વિટર એકાઉન્ટ હેક, અરબીમાં ટ્વિટ કર્યા!

છેલ્લા કેટલાક મહિનાઓથી અવારનવાર ટ્વિટર એકાઉન્ટ હેક થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ફરી એકવાર આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આ વખતે હેકર્સે રાજસ્થાનના રાજ્યપાલના ટ્વિટર એકાઉન્ટને નિશાન બનાવ્યું છે.

જયપુર, 23 જાન્યુઆરી : છેલ્લા કેટલાક મહિનાઓથી અવારનવાર ટ્વિટર એકાઉન્ટ હેક થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ફરી એકવાર આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આ વખતે હેકર્સે રાજસ્થાનના રાજ્યપાલના ટ્વિટર એકાઉન્ટને નિશાન બનાવ્યું છે. રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે, ત્યારબાદ અરબી ભાષામાં ટ્વિટ કરવામાં આવ્યું છે.

Kalraj Mishra

રાજભવનના સૂત્રોએ જણાવ્યું કે, રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાનું ટ્વિટર એકાઉન્ટ રવિવારે હેક કરવામાં આવ્યું હતું. માહિતી અનુસાર હેકરે @KalrajMishra હેન્ડલ પરથી અરબી ભાષામાં એક ટ્વિટ પણ પોસ્ટ કરી છે. હાલમાં એકાઉન્ટ રિકવર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તાજેતરમાં થોડા કલાકો પહેલા રાજ્યપાલે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ વિશે ટ્વિટ કર્યું હતું.

આ સિવાય હેકર્સે કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહનું ટ્વિટર એકાઉન્ટ પણ હેક કર્યું છે, જેના પર મંત્રીએ ફરિયાદ નોંધાવી છે. માહિતી અનુસાર, રાવ ઈન્દ્રજીત સિંહના ટ્વિટર હેન્ડલ પરથી અરબી ભાષામાં પણ ટ્વીટ કરવામાં આવી છે, આવુ જ કલરાજ મિશ્રાના આઈડી પરથી કરવામાં આવ્યુ હતુ. બંને ટ્વીટ એકસમાન જણાય છે. અહીં સિંહે આ મામલે ટ્વિટર અને ટેલિકોમ મંત્રાલયમાં ફરિયાદ નોંધાવી છે.

આ દરમિયાન હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડાનું એકાઉન્ટ પણ હેક કરવામાં આવ્યું હતું, હેકર્સ દ્વારા તેમનું ટ્વિટર યુઝરનેમ બદલીને @iLoveAlbaik કરવામાં આવ્યું હતું.

આવી જ એક ઘટનામાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)નું ટ્વિટર હેન્ડલ 22 જાન્યુઆરી શનિવારના રોજ હેક કરવામાં આવ્યું હતું. NDRF મામલાની તપાસ કરી રહી છે. NDRFના ડીજી અતુલ કરવલના જણાવ્યા અનુસાર, અધિકારીઓ તેની તપાસમાં લાગેલા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X