For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીની જીત માટેના કલ્યાણ સિંહના નિવેદનને ECએ માન્યુ આચાર સંહિતાનું ઉલ્લંઘન

આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ અને પીએમ મોદીની જીત માટે આપેલા એક નિવેદન બાદ રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહની મુસીબતો વધી શકે છે.

|
Google Oneindia Gujarati News

આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ અને પીએમ મોદીની જીત માટે આપેલા એક નિવેદન બાદ રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહની મુસીબતો વધી શકે છે. લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીની જીત વિશે આપેલા કલ્યાણ સિંહના નિવેદનને ચૂંટણી કમિશને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન માન્યુ છે. ચૂંટણી કમિશને આ મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને જાણ કરવા માટે એક પત્ર લખશે. કલ્યાણ સિંહના આ નિવેદન પર ઘણા રાજકીય પક્ષોએ વાંધો વ્યક્ત કર્યો હતો.

પીએમ મોદીની જીત વિશે આપ્યુ હતુ નિવેદન

પીએમ મોદીની જીત વિશે આપ્યુ હતુ નિવેદન

ભાજપે અલીગઢથી ફરીથી ઉમેદવાર રૂપે સતીશ ગૌતમના નામની ઘોષણા કરી. આ વિશે ભાજપના કાર્યકર્તાઓમાં નારાજગી હતી અને એ દરમિયાનજ 23 માર્ચે અલીગઢમાં રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહે કહ્યુ હતુ, ‘અમે બધા ભાજપ કાર્યકર્તા છે અને અમે ઈચ્છીએ છીએ કે ભાજપ જ ચૂંટણી જીતે. અમે ઈચ્છીએ છીએ કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બને એ દેશ માટે બહુ જરૂરી છે.'

કલ્યાણ સિંહના આ નિવેદન પર ગરમાયુ હતુ રાજકારણ

કલ્યાણ સિંહના આ નિવેદન પર ગરમાયુ હતુ રાજકારણ

કલ્યાણ સિંહના આ નિવેદન પર દેશનું રાજકારણ ગરમાયુ હતુ. વિપક્ષી દળોએ કલ્યાણ સિંહના આ નિવેદન પર વાંધો વ્યક્ત કર્યો હતો. જ્યારે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે પણ ટ્વીટ કરીને કહ્યુ હતુ, ‘રાજ્યપાલનું પદ એક બંધારણીય પદ હોય છે, એક લોકતંત્રમાં રાજ્યપાલને નિષ્પક્ષતા અને બધા પક્ષોથી અંતર જાળવવાની અપેક્ષા રાખવામાં આવે છે.' ચૂંટણી કમિશમે ગયા અઠવાડિયે યુપીના મુખ્ય ચૂંટણી અધિકારી (સીઈઓ)એ આ કેસમાં તથ્યાત્મક રિપોર્ટ માંગ્યો છે.

ત્યારે... ગુલશેર અહેમદને રાજ્યપાલના પદેથી આપવુ હતુ રાજીનામુ

ત્યારે... ગુલશેર અહેમદને રાજ્યપાલના પદેથી આપવુ હતુ રાજીનામુ

આ પહેલા 90ના દશકમાં કોઈ રાજ્યપાલ દ્વારા આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. તે સમયે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ ગુલશેર અહેમદને મધ્યપ્રદેશમાં તેમના પુત્ર સઈદ અહેમદ માટે ચૂંટણી પ્રચાર કરતા જોવામાં આવ્યા હતા. ચૂંટણી કમિશને આના પર વાંધો વ્યક્ત કર્યો હતો અને આ વિશે ઘણો વિવાદ થયો હતો તે બાદ ગુલશેર અહેમદે પોતાના પદેથી રાજીનામુ આપવુ પડ્યુ હતુ.

આ પણ વાંચોઃ જૉનસન એન્ડ જૉન્સન શેમ્પુમાં મળ્યા કેન્સર પેદા કરતા કેમિકલ, ટેસ્ટ માટે મોકલાયા સેમ્પલઆ પણ વાંચોઃ જૉનસન એન્ડ જૉન્સન શેમ્પુમાં મળ્યા કેન્સર પેદા કરતા કેમિકલ, ટેસ્ટ માટે મોકલાયા સેમ્પલ

English summary
Rajasthan Governor Kalyan Singh violated mcc by Calling for PM Modi’s win, finds EC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X