For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસારામની જામીન પર સુનાવણી ટળી, 1 ઑક્ટોમ્બરે થશે સુનાવણી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જોધપુર, 18 સપ્ટેમ્બર: કિશોર છોકરી સાથે શારિરીક શોષણના આરોપોમાં જેલમાં બંધ આદ્યાત્મિક ગુરૂ આસારામ બાપુની જામીન અરજી પર સુનાવણી ટળી ગઇ છે. રાજસ્થાન હાઇકોર્ટમાં હવે આ સુનાવણી એક ઑક્ટોમ્બરના રોજ થશે. એટલે કે આસારામ બાપુને 30 સપ્ટેમ્બર સુધી હવે જેલમાં જ રહેવું પડશે.

સોમવારે સવારે પોલીસે આસારામને કોર્ટમાં રજૂ કર્યા હતા. આ દરમિયાન લાલ રંગની એક ટોપી પહેરેલા આસારામ ખૂબ ઉદાસ જોવા મળ્યા હતા. ફરિયાદી પક્ષે કોર્ટને કહ્યું હતું કે કેસની તપાસ હજુ ચાલુ છે. માટે આસારામને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવે. આ મુદ્દે કોર્ટે તેમને 30 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દિધા હતા. આસારામના સેવાદાર શિવાની પણ ન્યાયિક કસ્ટડી વધારી દેવામાં આવી છે.

asaram

અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસમાં આસારામ વિરૂદ્ધ એક 16 વર્ષની કિશોર છોકરીએ ફરિયાદ નોંધાવી હતી કે જોધપુર આશ્રમમાં તાજેતરમાં જ આસારામે તેનું યૌન શોષણ કર્યું છે. જો કે આસારામ આ આરોપો અંગે સ્પષ્ટપણે મનાઇ કરી ચૂક્યા છે અને તેમને આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

English summary
In a big jolt to Asaram Bapu, accused of sexually assaulting a 16-year-old girl in his ashram, the Rajasthan High Court on Wednesday deferred the bail plea hearing till October 01.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X