રાજસ્થાન રાજકીય સંકટઃ હાઈકોર્ટે માની પાયલટની માંગ, કેન્દ્ર સરકાર પણ કેસમાં બની પાર્ટી
સુપ્રીમ કોર્ટ બાદ હવે સચિન પાયલટને રાજસ્થાન હાઈકોર્ટમાંથી રાહત મળી છે.
સુપ્રીમ કોર્ટ બાદ હવે સચિન પાયલટને રાજસ્થાન હાઈકોર્ટમાંથી રાહત મળી છે. તેમની માંગ માનીને હાઈકોર્ટે કેસમાં કેન્દ્ર સરકારને પાર્ટી બનાવી દીધી છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે ગુરુવારે પાયલટ જૂથને મોટી રાહત આપીને રાજસ્થાન હાઈકોર્ટના આદેશ પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો હતો. તમને જણાવી દઈએ કે હાઈકોર્ટે પાયલટ જૂથના ધારાસભ્યોની અરજી પર સુનાવણી કરીને 24 જુલાઈ સુધી સ્પીકરની કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી ત્યારબાદ સ્પીકરે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

શું કહ્યુ સુપ્રીમ કોર્ટે?
ગુરુવારે સુનાવણી દરમિયાન જસ્ટીસ અરુણ મિશ્રાએ પૂછ્યુ કે છેવટે કયા આધારે સ્પીકર ધારાસભ્યોને અયોગ્ય ગણાવવાના હતા. આના પર સિબ્બલે કહ્યુ કે પાયલટ જૂથ સતત ગહેલોત સરકારને પાડવાનુ ષડયંત્ર રચી રહ્યુ છે. ના તેમના ફોન મળી રહ્યા અને ના તો પાર્ટી નેતાઓ સાથે વાત કરી રહ્યા. સિબ્બલની દલીલ પર જસ્ટીસ મિશ્રાએ કહ્યુ કે જો કોઈ ધારાસભ્ય પાર્ટી મીટિંગમાં ન આવે તો શું તેને અયોગ્ય માની લેવામાં આવશે. જસ્ટીસ મિશ્રાના જણાવ્યા મુજબ ધારાસભ્ય જનતાના પ્રતિનિધિ છે. લોકતંત્રમાં અસંતોષના અવાજને આ રીતે બંધ કરવો યોગ્ય નથી. પાર્ટીમાં રહીને ધારાસભ્ય અયોગ્ય ન હોઈ શકે. જો આવુ થયુ તો આ એક ચલણ બની જશે અને કોઈ અવાજ નહિ ઉઠાવે.












Click it and Unblock the Notifications
