For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંત્રીજીએ બળાત્કાર ગુજાર્યા બાદ આપી ધમકી, મોઢું ખોલ્યું તો ભંવરી જેવી સ્થિતી થશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જયપુર, 18 સપ્ટેમ્બર: રાજસ્થાનમાં ભંવરી દેવીકાંડ બાદ કોંગ્રેસ સરકારના પૂર્વ મંત્રી મહિપાલ મદેરણાની હાલત દરેકે જોઇ હતી, પરંતુ લાગે છે કે ગેહલોત સરકારના મંત્રીઓએ તેમાંથી સીખામણ લીધી છે. ભંવરી દેવીકાંડ બાદ રાજસ્થાનની કોંગ્રેસ સરકારના વધુ એક મંત્રી બળાત્કારના આરોપમાં ફસાઇ ગયા છે. તેમના પર બળાત્કારનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

મહિલાને નોકરીની લાલચ આપી મંત્રીએ મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો અને તેને ધમકી આપી કે જો કોઇની સામે મોઢું ખોલ્યું તો ભંવરી દેવી જેવી હાલત કરી દઇશ. ગેહલોત સરકારના આ મંત્રીની હિંમતને દાદ આપવી જોઇએ. પહેલાં તો મહિલાનું યૌન શોષણ કર્યું અને પછી તેને ધમકી આપી પોતાના કુકર્મોને છુપાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મહિલાએ ચુપ રહેવાના બદલે મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ કરી અને પોતાની સાથે થયેલી આ ઘટના તેમની સમક્ષ રાખી છે.

babulal-nagar.jpg

મહિલાની ફરિયાદ અનુસાર રાજસ્થાન સરકારે ખાદી ગ્રામઉદ્યોગ મંત્રી બાબુલાલ નાગરે નોકરીની લાલચ આપી પહેલાં બળાત્કાર ગુજાર્યો અને ત્યારબાદ ધમકી આપી કે કોઇને કહ્યું તો ભંવરી દેવી સ્થિતી થઇ જશે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે 11 સપ્ટેમ્બરના રોજ મંત્રીએ પહેલાં તેને ફોન કરીને પોતાના બંગલા પર બોલાવી અને તેને સરકારી વિભાગમાં નોકરી અપાવવાની વાત કરી હતી. ત્યારબાદ બીજા રૂમમાં જઇને મંત્રીએ તેને ફોન કર્યો અને તેને બેડરૂમમાં બોલાવી. જેવી તે ત્યાં પહોંચી તો મંત્રીએ રૂમનો દરવાજો બંધ કરી દિધો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું.

મેજિસ્ટ્રેટની સમક્ષ નિવેદન આપતી વખતે તે મહિલાએ પોતાના શરીર પર દાંત અને નખ નિશાન પણ જોયા હતા. મજબૂર મહિલા રડી રડીને પોતાની વાત કહી રહી હતી. મંત્રીએ બળાત્કાર બાદ તેને ધમકી આપી હતી કે જો તે કોઇને આ અંગે જાણ કરશે તો તેની હાલત ભંવરી દેવી કરી દેવામાં આવશે અને તેને પુત્રને મરાવી દેશે.

મંત્રીના કુકર્મો વિરૂદ્ધ મહિલાએ હિંમત દાખવી. પોલીસની સામે તે કપડાં પણ પૂરાવા તરીકે રજૂ કર્યા જે તેને તે દિવસે પહેર્યાં હતા. કોર્ટે પોલીસને કેસ દાખલ કરીને તપાસનો આદેશ આપ્યો છે. પોલીસ કેસની તપાસ શરૂ કરી દિધી છે. આ કોઇ પ્રથમ કિસ્સો નથી જ્યારે તેમના પર આરોપ લાગ્યા હોય. આ પહેલાં પણ તેમના પર ભાજપના એક કાર્યકર્તાએ જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો.

English summary
A Rajasthan minister was booked for allegedly beating up and raping a woman at his residence in Jaipur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X