લોકડાઉન:રાજસ્થાન પોલીસે વસુલ્યો 5 કરોડનો દંડ
રાજસ્થાન પોલીસે એક અહેવાલમાં જણાવ્યું છે કે લોકડાઉન દરમિયાન મોટર વાહન (એમવી) એક્ટ હેઠળ 1.28 લાખ વાહનો કબજે કરવામાં આવ્યા છે અને લોકડાઉન નિયમોને તોડવા બદલ રૂ. 5 કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. રાજ્યન
રાજસ્થાન પોલીસે એક અહેવાલમાં જણાવ્યું છે કે લોકડાઉન દરમિયાન મોટર વાહન (એમવી) એક્ટ હેઠળ 1.28 લાખ વાહનો કબજે કરવામાં આવ્યા છે અને લોકડાઉન નિયમોને તોડવા બદલ રૂ. 5 કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. રાજ્યના એડિશનલ ડીજીપી બી.એલ. સોનીએ જણાવ્યું હતું કે રાજ્યમાં શાંતિના ભંગ બદલ 14,400 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે.

લોકડાઉન દરમિયાન 5,6૦૦ થી વધુ લોકો પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, રોગચાળો અધિનિયમ અને ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરાયો છે, એમ પોલીસે જણાવ્યું હતું. આ સિવાય 'કોરોના વોરિયર્સ' પર હુમલો કરવા બદલ 409 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે.
આ સિવાય ખોટા સમાચારો અને અફવા ફેલાવનારા લોકો સામે પોલીસે સોશિયલ મીડિયા પર 199 એફઆઈઆર નોંધી છે. જ્યારે 280 લોકો પર અસામાજિક કાર્ય કરવા માટે કેસ દાખલ કરાયો છે. લોકડાઉન દરમિયાન બ્લેક માર્કેટિંગ અને માલના ભાવમાં ફેરફાર બદલ 121 કેસ નોંધાયા છે. આ કેસો આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ નોંધાયા છે.
આ પણ વાંચો: કોરોનાથી મુક્તિ માટે ગોવા મોડેલ અપનાવશે મહારાષ્ટ્ર સરકાર: ઉદ્ધવ ઠાકરે












Click it and Unblock the Notifications
