• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાજસ્થાન રાજકીય સંકટઃ સચિન પાયલટને કેમ ન મળ્યા સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી?

|

મધ્ય પ્રદેશ બાદ હવે રાજસ્થાનના રાજકારણમાં ઉથલપાથલ મચેલી છે. રાજ્યના ઉપ મુખ્યમંત્રી અને કોંગ્રેસ પાર્ટીના યુવા નેતા સચિન પાયલટે મુખ્યમંત્રી અશોક ગહેલોત સામે મોરચો ખોલી દીધો છે. રવિવારે સચિન દિલ્લીમાં હતા અને કહેવામાં આવી રહ્યુ છે કે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના દીકરા રાહુલ ગાંધીને મળવા ઈચ્છતા હતા પરંતુ તેમની મુલાકાત બંનેમાંથી કોઈ એક સાથે પણ થઈ શકી નહિ. હવે સચિનના ભારતીય જનતા પાર્ટી(ભાજપ)માં આવવાની અટકળો વધી ગઈ છે. જો કે સચિને ખુદ આ અટકળોને ધરમૂળથી ફગાવી દીધી છે.

હજુ સુધી નથી મળી અપોઈન્ટમેન્ટ

હજુ સુધી નથી મળી અપોઈન્ટમેન્ટ

સચિન પાયલટને હજુ સુધી સોનિયા અને રાહુલ સાથે મળવાની અપોઈન્ટમેન્ટ મળી શકી નથી. 42 વર્ષના સચિન લગભગ 30 ધારાસભ્યો સાથે દિલ્લીમાં હતા. તેમણે લગભગ નવ દિવસ પહેલા ગાંધી પરિવારના નજીકના સાથે જ્યારે વાત કરી ત્યારે મીટિંગની યોજના બનાવવામાં આવી હતી. સૂત્રોની માનીએ તો રાહુલ અને સોનિયાએ નક્કી કર્યુ હતુ કે જો કોઈ સમજૂતી સંભવ હોય તો તે વાતચીત માટે તૈયાર છે. તેમણે પોતાના આ સ્વજન સાથે સંદેશ મોકલાવી દીધો હતો પરતુ આ વખતે પાયલટે મુખ્યમંત્રીની પોસ્ટ ઉપરાંત કોઈ બીજી રજૂઆત માનવાનુ સ્પષ્ટ કરી દીધુ.

સોનિયા અને રાહુલ તરફથી આપવામાં આવ્યો સંદેશ

સોનિયા અને રાહુલ તરફથી આપવામાં આવ્યો સંદેશ

નવ દિવસ પહેલા જ રાહુલ અને સોનિયા તરફથી સચિને એ સ્પષ્ટ કરી દીધુ હતુ કે તેમણે સીએમની પોસ્ટ મળશે પરંતુ આમાં કંઈક સમય લાગશે. તેમણે આ સાથે જ રાહ જોવા માટે કહેવામાં આવ્યુ હતુ. તેમને જણાવવામાં આવ્યુ હતુ કે તે પહેલા જ ડેપ્યુટી સીએમ, રાજસ્થાનમાં કોંગ્રેસના પ્રમુખ અને પાંચ મંત્રાલયોના પ્રભારી છે. માનવામાં આવી રહ્યુ છે કે પાયલટે રાજસ્થાનમાં વર્ષ 2018માં થયેલ ચૂંટણી દરમિયાન જ હાઈકમાન્ડની વાત સ્વીકારી ડેપ્યુટી સીએમનુ પદ સંભાળ્યુ હતુ. એ વખતે તેમને જે આશ્વાસન આપવામાં આવ્યુ તેને પૂરુ ન કર્યુ. ત્યારબાદથી સીએમ અને ડેપ્યુટી સીએમમાં મતભેદ વધી ગયો.

સિંધિયાના રસ્તે છે સચિન પાયલટ

સિંધિયાના રસ્તે છે સચિન પાયલટ

સૂત્રો મુજબ કોંગ્રેસના પૂર્વ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા જે હવે ભાજપમાં છે તેમણે 22 ધારાસભ્યોને સાથે લઈને કમલનાથની સરકારને મોટો ઝટકો આપ્યો હતો. હવે કહેવામાં આવી રહ્યુ છે કે 30 ધારાસભ્યો સાથે સચિન પણ સતત ભાજપના સંપર્કમાં છે. રાજસ્થાનની સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહેલા લોકોનુ કહેવુ છે કે સચિન સતત જ્યોતિરાદિત્યના રસ્તેછે. ભાજપ તરફથી પણ જૂન મહિનામાં પાયલટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. રાજસ્થાનની ત્રણે સીટો પર થનારી રાજ્યસભા ચૂંટણી માટે સચિનનો દેશની સત્તાધારી પાર્ટીએ સંપર્ક કર્યો હતો. અત્યારે ગહેલોત તરફથી આરોપ લગાવ્યો હતો કે ભાજપ તેમની સરકારને તોડવાની કોશિશ કરી રહી છે.

પાયલટ બોલ્યા, હવે સમર્થકોનુ સાંભળવુ પડશે

પાયલટ બોલ્યા, હવે સમર્થકોનુ સાંભળવુ પડશે

સચિન પાયલટે સીનિયર જર્નાલિસ્ટ જાવેદ અનસારીને આપેલા ઈન્ટરવ્યુમાં પાર્ટી પર પ્રતાડિત કરવાનો આરોપ પણ લગાવ્યો છે. પાયલટે કહ્યુ, 'કોઈ પોતાનુ ઘર છોડીને નથી જવા ઈચ્છતુ પરંતુ આ રીતની હેરાનગતિ સાથે આગળ વધવાનુ ચાલુ ન રહી શકે. મારા ધારાસભ્ય અને સમર્થક બહુ તકલીફમાં છે અને હવે મારે તેમની સાંભળવી પડશે.' સૂત્રોની માનીએ તો કોંગ્રેસના નેતૃત્વને આ સંકટ વિશે માહિતી છે પરંતુ પાયલટને મળતા પહેલા તે વાતચીત માટે એક સમાન જમીનની શોધ કરી રહ્યા હતા. જ્યારે સિંધિયા પાર્ટી છોડીને ગયા હતા તો આ રીતના સમાચાર આવ્યા હતા કે પાર્ટી હાઈકમાન્ડે એક વર્ષ સુધી તેમને મળવા માટે અપોઈન્ટમેન્ટ નહોતી આપી.

રાજસ્થાન રાજકીય સંકટઃ શશિ થરુરે કરી કોંગ્રેસને મજબૂત કરવાની અપીલરાજસ્થાન રાજકીય સંકટઃ શશિ થરુરે કરી કોંગ્રેસને મજબૂત કરવાની અપીલ

English summary
Rajasthan political crisis: Why Rahul Gandhi did not meet Sachin Pilot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X